પક મહાદેવભાઈની ડાયરી આ સત્યાગ્રહના રસ્તા ઉપર જ રાખે તેા જ અને તેટલે જ અંશે સાધન તરીકે કામનાં છે. હિંદુસ્તાનમાં આપણને આ વસ્તુ પુરાતનકાળથી શીખવી દેવામાં આવેલી છે, અને તેથી જ વસુધા, એટલે જગતમાત્ર કુટુંબ છે, એ મહાવાકય આપણને ભણાવવામાં આવેલું છે, અને હું અનુભવપૂર્વક કહેવા ઇચ્છું છું કે હરેક પ્રન્ન પાતાનું પ્રજાવન સત્યાગ્રહને વશ થઈ તે સંપૂણુ તાએ પાળી શકે છે એટલું જ નહીં, પણુ સત્યાગ્રહને વશ થયા વિના પ્રાવન સપૂર્ણ તાએ પાળી ન જ શકાય. આનું નામ ધાર્મિક જીવન છે. જે પ્રગ્ન બીજી પ્રજાની સાથે લડાઈ કરે છે એ પ્રજાએ ધાર્મિક જીવનને ઘેાડેઘણે અંશે ત્યાગ કર્યો છે. હિંદુસ્તાન આ તત્ત્વ આખા જગતને આપવાને લાયક છે એ મારા વિશ્વાસ હું કદી છેાડી શકવાનેા નથી. એ પ્રૌઢ શ્રદ્ધામાં બધા હિંદી — સ્ત્રીઓ, પુરુષો ભલે તે હિંદુ હા કે મુસલમાન, ખ્રિસ્તી કે પારસી કે યી, એ બધાએ ભાગીદાર થાય એમ હું ઇચ્છું છું,
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૫૪
દેખાવ