લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૪
 
૫૭૪
 

૫૭૪ મહાદેવભાઈની ડાયરી કરવા સીધી આડકતરી રીતે પ્રયત્ન કર્યો છે તે સરકારની મદદ કઈ પણ ધનિષ્ઠ મુસલમાનથી લઈ શકાય નહીં. હિન્દની ઇજ્જતને આ સરકારે કેવી રીતે ઇરાદાપૂર્ણાંક ધૂળમાં રગદોળી છે એથી તે તમે મારા જેટલા જ વાકેક છે. આ કારણેાને લઈ ને લોકાને જુસ્સા કાબૂમાં રહી શકે એટલી સાવધાની- પૂર્વક પ્રજા સરકાર જોડેને બધા મરજિયાત નાતા તેાડી રહી છે. આવા સોગે વચ્ચે મને લાગે છે કે સરકારી ગ્રાંટને હવે પછી લેવાનેા ઇન્કાર કરી તમારી મહાન સંસ્થાને સરકારથી સ્વતંત્ર બનાવવી અને મુસ્લિમ યુનિવર્સિટી માટે મળેલું ચાર્ટર (સનદપત્ર ) પાછું આપી દેવું એટલું તે તમારે એષ્ઠામાં ઓછું કરવું જોઈએ. અલીગઢ સંસ્થાના વિદ્યાથી એએ પણ જો તમે ઇસ્લામ અને હિન્દની સામું ન જુએ તે સરકારનું ત્ર કબૂલ રાખનારી તમારી સંસ્થાના પડાયા તજવા જોઈ એ. આવી સંસ્થા ઇસ્લામ અને હિન્દુ તરફથી માન પામવાને પાતાનેા બધા હક ગુમાવે છે. આ અલીગઢને ઠેકાણે વધુ વિશાળ, વધુ ઉદાત્ત અને વધુ નિળ અલીગઢ— તેના મહાન સંસ્થાપક સર સૈયદ અહમદના સચ્ચા જિગરમાંની આકાંક્ષાએને પૂરી કરનારું અલીગઢ ઊભું કરવું જોઈએ. મારી । કલ્પનામાં પણ નથી આવી શકતું કે પ્રાતઃસ્મરણીય મરમ સર સૈયદ અહમદ પેાતાની મહાન સસ્થાને હાલની સરકારની સત્તા અગર અસર હેઠળ એક ક્ષણુ વાર પણ રહેવા દેવાના વિચાર સરખા શી રીતે કરી શકત! અલીગઢ સંસ્થાને સરકારી કામૂ અને સરકારી ગ્રાંટમાંથી છૂટી પાડવાના ખ્યાલના હું ઉત્પાદક હોવાથી, મને લાગે છે કે તમારી ચર્ચા વેળાએ જો હું તમારી વચ્ચે હઉ તા તમને કદાચ મદદરૂપ થઈ પડું. આથી જો મને તમારી સભામાં હાજર રહેવા આજ્ઞા કરશેા તે હું આનથી મારી સેવા અપ ણુ કરવા તૈયાર છું. હાલ હું મુંબઈ જાઉ છું અને ત્યાં તમારા જવાબની રાહ જોઈશ. પણ તમે મને સભામાં એલાવા અગર ન મેલાવા પણ આ ચોખ્ખી ઘરગથ્થુ વાતની વચ્ચે કૃપા કરીને સરકારને તે ન જ નેાતરતા. અને સરકારને પણ તમારી મારફત મને ઘેાડુ ંક કહી લેવા દે. આજકાલ મારે અને અલી બિરાદરાને વિષેના સરકારના ઇરાદા વિષે અનેક અફવાએ ઊડયાં કરે છે. હું ઉમેદ રાખું છું કે આ લડતને શાંતિમાં વધવા દેવાની ખાતર સરકાર અમારી સ્વતંત્રતા પર અંકુશ ન મૂકે, અમે સીધામાં સીધી રીતે અમારી લડત ચલાવવા મથી રહ્યા છીએ. અમે સરકારને પ્રજાની હહા આગળ નમાવવા અને તેમ કરવા તે તૈયાર ન હાય તો પશુબળને આશ્રય લઈ તે નહીં, પણ શુદ્ધ પ્રશ્નમતના જોરથી તેને ઉથલાવી પાડવા મથી રહ્યા