પ્રત્યેક અગ્રેજને ૨૭ છીએ. અમે માનીએ છીએ કે સરકારની શૈતાનિયતને ઉઘાડી પાડી પ્રજાને કેળવવી અને લેાકેાની બુદ્ધિ તથા લાગણીઓને જગાવીને પાતાની અંદરના શારીરિક પશુજ્જુસ્સાને કદી વશ ન થવા, અને માઢાના શબ્દોથી નહીં પણ પ્રત્યક્ષ અમલ કરીને એટલે કે સરકાર જોડેના બની શકે તેટલા બધે નાતા તેાડી બતાવીને અસહકાર કરવા લેાકાને કહેવું એ તદ્દન કાયદેસર, ન્યાયી અને ખાનદાન કામ છે. પણ જો સરકારને ઇરાદા વિચારરવાતંત્ર્ય અને શાંતિભર્યું કા સુધ્ધાં દાખી દેવાને હાય તો હું ઉમેદ રાખીશ કે તે અમારી સામે નજરકેદના અગર અમુક જ પ્રાંતમાં રહેવું કે અમુક જગ્યાએ ન જવું એવા કશા હુકમ ન કાઢતાં અમને સીધા કેદ જ કરે. કારણ કે અમારે પેાતાને જ હાથે આ ઘડીએ કાયદાને। સવિનય ભંગ ન થાય એવી અમારી ખરા અંતઃકરણુની ઇચ્છા છે. પણ અમને છૂટા રહેવા દેવા છતાં અમારી હરવા ફરવાની સ્વતંત્રતા ઉપર અંકુશ મૂકનારા કશા હુકમ અમારી ઉપર બાવવામાં આવશે તેા નિરુપાયે તેને સવિનય અનાદર કરવાની અમારા ઉપર ફરજ આવી પડશે. કારણ જ્યાં સુધી અમારાં શરીરાની પ્રત્યક્ષ અટકાયત ન કરવામાં આવે ત્યાં સુધી અમારા કાય તે માટે જ્યાં જ્યાં જવા આવવાની જરૂર જણાય ત્યાં તે શરીરને તેવેા ઉપયેગ અમારે કરવા જ રહ્યો. તસ્દી માટે સવિનય દરગુજર ઇચ્છનાર, ‘નવજીવન’, ૩૧-૧૦-'૨૦ પ્રિય મિત્ર ! . તમારા સાચા સેવક મોહનદાસ કરમચંદ ગાંધી પ્રત્યેક અંગ્રેજને ઇચ્છું છું કે હિન્દમાંને પ્રત્યેક અંગ્રેજ આ પત્રને જુએ અને એની ઉપર વિચાર કરે. સૌ પહેલાં તે! હું તમને મારી એળખ કરાવી લઉં. મારા નમ્ર અભિ- પ્રાય પ્રમાણે મે બ્રિટિશ સરકાર જોડે આજ સુધીમાં જેટલેા સહકાર કર્યાં છે તેટલે ભીન્ન કાઈ હિન્દીએ નહીં કર્યો હોય. બીજા હરકાઈ માણસને મળવા કે બહારવટું કરવાનું મન થઈ જાય એવા કહ્યુ સજોગો વચ્ચે રહીને મે ૨૯ વરસ સુધી તમારા સામ્રાજ્યની અખંડ સેવા કરી છે. અને એ સેવા તમારા કાયદાએ ચેાજેલી સામેની બીકથી અગર ખીન્ત કાઈ પણ સ્વાર્થી હેતુથી કરી નથી એ ખાતરી માનો. એ સહકાર સ્વતંત્ર, મરજિયાત અને બ્રિટિશ સરકારની એકંદર પ્રવૃત્તિ અંતે હિંદુસ્તાનના લાભમાં છે એ શ્રદ્ધાથી
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૭૫
દેખાવ