૨૭૬ મહાદેવભાઈની ડાચરી પ્રેરાઈને જ કરેલા હતા. એ જ શ્રદ્ધાથી સામ્રાજ્યને ખાતર ચાર વેળા મે મારી જાતને જોખમમાં નાખી : ( ૧ ) બેઅર યુદ્ધ વેળાએ; તે વેળા મારા હાથ હેઠળ એક એમ્બ્યુલન્સ (જખમી થયેલાએને મદદ પહોંચાડનારી ) ટુકડી હતી જેતી સેવા વિષે જનરલ ખુલરે પેાતાના ખરીતાઓમાં ખાસ ઉલ્લેખ કરેલો; ( ૨ ) નાતાલમાં ઊઠેલા ઝૂલુ મળવાની વેળાએ; તે વખતે પણ મારી પાસે તેવી જ ઍમ્બ્યુલન્સ ટુકડી હતી; ( ૩ ) છેલ્લા મહાયુદ્ધની શરૂઆતમાં; તે વખતે પણ મેં એવી જ ટુકડી ઊભી કરેલી, જેની અતિ શ્રમભરી તાલીમને પરિણામે મને સખત પ્લુરસીના રાગ થયેલા; અને છેલ્લે (૪) દિલ્હીમાં મળેલી યુદ્ધ પરિષદ વખતે મેં લાડ ચૅમ્સફર્ડને લશ્કર ભરતીમાં મદદ કરવા વિષે આપેલા વચનને જીવાડ અમલ કરીને. આ કામને સારું ખેડા જિલ્લામાં રહીને અને લાંબી લાંબી મજલા કરીને મે એટલી મહેનત ઉઠાવેલી કે એમાંથી મને જીવલેણ મરડા લાગુ પડયો અને હું માંડ માંડ ભરતો બચ્યો. આ બધી સેવા મે એવી જ શ્રદ્ધાના મૂળ ઉપર કરેલી કે મારાં એ કામેથી સામ્રાજ્યમાં મારા દેશને સમાન દરજ્જો મળશે. હજી છેક ગયા ડિસેમ્બર સુધી સરકાર ઉપર ભરેસા રાખી સહકાર કરવા મેં મારા દેશથ્ય- એને વીનવ્યા. મતે ત્યાં સુધી એ આશા હતી કે મિ. લોઈડ જ્યોજ પોતે મુસલમાનને આપેલાં વચનેને પાળશે અને પ ંજાબના અત્યાચારાની બહાર આવેલી હકીકતા પ્રમાણે પંજાબી પર ગુજરેલા સિતમને માટે પૂર પશ્ચાત્તાપ કરવામાં આવશે. પણ મિ. લાઈડ જ્યાજે કરેલા વિશ્વાસધાતથી, તમે તેના વનને જે રીતે વખાણ્યું તે ઉપરથી, અને પજાબના અપરાધાના તમે કરેલા ઢાંકપિછોડા ઉપરથી સરકારના શુભ હેતુએ ઉપરને તેમ જ જે પ્રજા એવી સરકારને ટેકા આપી રહી છે એ પ્રશ્ન ઉપરા મારા બધા છતમાર ઊડી ગયા છે. પણ તમારા શુભ હેતુએ વિષને મારા વિશ્વાસ ઊડી ગયા હોય તે- પણુ તમારી બહાદુરીને હું એળખું છું અને હું જાણું છે કે ન્યાય અને દલીલને વશ થઈને તમે જે આપવા તૈયાર નહીં થાએ તે શૂરાતનને નમીને આપવા રાજી થઈ ને તૈયાર થશે. સામ્રાજ્યના અર્થ હિન્દતે માટે શું છે તે જુઓ : ૧. ગ્રેટબ્રિટનના લાભને ખાતર હિન્દતી સંપત્તિનું શાણુ. ૨. રાજ વધતાં જતાં લશ્કરી ખરચ, અને દુનિયાના કાઈ પણુ દેશના કરતાં વધુ ખરચાળ મુલકી અમલદારેાનું ખાતું. ૩. હિન્દની ગરીબાઈ ના છાંટાભર ખ્યાલ ન કરતાં ઉડાઉપણે ચલાવવામાં આવતાં સઘળાં સરકારી ખાતાં.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૭૬
દેખાવ