પ્રત્યેક અગ્રેજને ૨૭૭ ૪. અમારી વચ્ચે વસતા તમારા મૂફીભર અંગ્રેજોના જાન રખેને જોખમમાં આવે એ બીકે આખી પ્રજાતી પાસેથી છીનવી લેવામાં આવેલાં હથિયાર, અને તેને પરિણામે પ્રજામાં આવી ગયેલું નપુંસકત્વ. પ. આવી અતિ ખર્ચાળ સરકારને નભાવવા દારૂ, અફીણુ અને એવા જ ખીન્ન માદક પદાર્થોને ચલાવવામાં આવતા વેપાર. ૬. પ્રજાના ઉદ્દેગને જાહેર કરવા દિનપ્રતિદિન વધતી જતી પ્રવૃત્તિને દાખી દેવાને ખાતર નિત્ય નવા ઘડાતા માણુ અને સખ્તીના કાનૂ. છ. તમારી વસાહતેામાં વસતા હિન્દી પ્રત્યે ચલાવવામાં આવતું શરમભર્યું "વ ન; પજામના કારાબારને આપેલું સામાશીનું પ્રમાણપત્ર અને મુસલમાન લાગણીને તુચ્છકારી કાઢી તમે અમારી લાગણીઓની કરેલી અવગણના. હું જાણું છું કે જો અમે લડીને તમારા હાથમાંથી અમારું રાજ્ય ખૂંચવી લઈ શકીએ તે તે સામે તમે વાંધા ન ઉઠાવેા. તમે જાણ્ણા છે, કે તેમ કરવાની અમારામાં તાકાત નથી; કારણ કે તમે એવી ખુલ્લી અને ખાન- દાનીભરી લડાઈ કરવા જેવી અમારી સ્થિતિ રહેવા દીધી નથી. આમ લડાઈના મેદાનમાં અમારું શાતન સિદ્દ કરવાનાં બારણાં અમારે માટે બંધ છે. આત્માનું શુરાતન બતાવવાને રસ્તા હજી અમારે માટે ખુલ્લા છે. એ રાતનને પણ તમે નમશે એ હું જાણું છું. એ શૂરાતન મારી પ્રજામાં જગાવવાનું કા હું અત્યારે કરી રહ્યો છું. અસહકાર એટલે આપભાગની તાલીમ. જ્યારે અમે જોઈ ચૂકયા કે આ દેશના તમારા રાજ્યકારાબાર હેઠળ અમે રાજ વધારે ને વધારે ગુલામીમાં ખૂંચતા જઈએ છીએ, ત્યારે અમે હવે શા સારુ તમારી જોડે સહકાર કરીએ ? મારી સલાહ પ્રશ્ન આજ જે આટલી ઝીલી રહી છે તે મારા નામને લીધે નથી. મારા નામને અગર અલી બિરાદરાનાં નામને આ આખતના વિચાર કરતી વેળાએ તમે બાજુએ રાખજો. હું પોતે જો આજે પ્રજાને મુસલમાનેાની સામે થવાની સલાહ આપવાની મૂર્ખાઈ કરું, અગર અલી ભાઈ એ તેવી રીતે મુસલમાતાને હિન્દુ વિરુદ્ધ ઉશ્કેરવા પોતાનું જાદુઈ બળ વાપરે તે મને તેમ જ તેઓને અન્નેને પ્રશ્ન તત્કાળ ફેકી દે. લેાકાનાં ટાળેટાળાં આજે અમારા એલ સાંભળવા ધસે છે, કારણ કે તમારા જુલમ નીચે કકળતી પ્રજાની અંતરની લાગણીએ અમે એલી બતાવીએ છીએ. અલી બિરાદારે! પણ કાલ સુધી તમારા મિત્ર હતા; જેવા હું હતા અને હજી છું. મારે ધર્મ તમારા પ્રત્યે મારા અંતરમાં કાઈ પણ પ્રકારની કડવાશ સધરવાની મને મનાઈ કરે ૫-૨૭
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૭૭
દેખાવ