________________
જવાબને જવામ બલ્ગ સુરક્ષિત બનાવવાનું જૂઠ્ઠું બહાનું આગળ ધરીને તુ ને અને તે દ્વારા ઇસ્લામને તેજોવધ કરવાના નિશ્ચિત પ્રયત્ન સામે તે તેમણે થવું જ રહ્યું. આ મિત્રાને ત્રીજો વાંધેા મિશનરી નિશાળેા સબંધે છે. મિશનરી અને એવી જ ખીજી નિશાળા સરકારી પૈસે ચાલે તેની હું અવશ્ય સામે છું, સરકારી પૈસા તે એક કાળે આપણા પૈસા હતા એ સાચું; પણ આ ભલા પાદરીએ મારું ધન, ધમ અને ઇજ્જત લૂટી ગયેલા કાઈ લૂટારા તેમને પૈસા આપે, તે એ પૈસા મૂળ મારા હતા એટલા માટે એ પૈસા રાખી લઈને તેમાંથી મને કેળવણી આપવાનું વાજબી માનશે કે ? મેં પોતે આટલા દિવસ હિંદના પૈસાની લૂંટ ખરદાસ કરી, પણ પંજાબના અત્યાચારના રૂપમાં હિંદની ઇજ્જતની અને ખિલાતના રૂપમાં તેના દીનની લૂંટ મે અરદાસ કરી હાત તો હું નરકતા જ અધિકારી થાત. આ આકરા શબ્દો છે, પણ મારા અંતરને ખુલ્લું કરી બતાવવાને એથી હળવા શબ્દો મને જડે તેમ નથી. બાકી સરકારી કે અધસરકારી શાળાએ ખાલી કરાવ્યાથી દેશને યુવકવગ રવડી મરશે એમ માનવાનું કશું જ કારણ નથી. ચાલુ શાળાઓ ખાલી થતી જશે તેમ તેમ તેની સાથે જ નવી રાષ્ટ્રીય શાળાએ પણુ ખૂલતી જશે એ વિષે મારા મનમાં કશી જ શંકા નથી. મિ. પોપલી અને મિ. ફિલિપ્સને લાગે છે કે પંજાબ અને ખિલાફતના અન્યાયાને લીધે મારી ન્યાય દષ્ટિ પર પડળ વળી ગયું છે. મને તે એવું કશું જ નથી થયું લાગતું. મેં તે કંદહાડાનુંયે મિત્રાને કહી દીધું છે કે હિંદુસ્તાન ઉપર રાજ્ય સ્થાપીને, બ્રિટિશાએ ઇરાદાપૂર્વક પ્રયત્ન કરીને આ દેશનું એક પણુ ભલું કર્યું... હાય એવું તેમણે બતાવી આપવું. આજે પણ એ જ વિનતી હું ક્રીથી કરું છું; અને સાથે તેમને એ પણ ખાતરી આપવા પૃચ્છું છું કે ખિલાફત અને પામના અન્યાયોની આખતમાં મર્યાદા બહાર વહી જઈ ને તે મે ભૂલ કરી છે એવુ તે મને સાખિત કરી આપશે તે મારી ભૂલની માં,માગી ભરપાઈ કરી આપવાને હું રજ પણ આનાકાની કરનાર નથી. ‘નવજીવન’, ૧૯-૧૨-૨૦