લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૪
 
૫૮૪
 

નામદાર, ૪ ના ડયુક ઔફ કોનોટને આપ નામદાર અત્યાર સુધીમાં અસહકાર, અસહકારવાદી, તેમ જ તેમની કાય પદ્ધતિ વિષે ઘણું સાંભળી ચૂકયા હો. તેમાં આ પ્રવૃત્તિના ઉત્પાદક તરીકે અનાયાસે મારે વિષે પણ સાંભળ્યું હશે. મને અંદેશા છે કે આપ નામદારને આપવામાં આવેલી માહિતી એકતરફી હાવી જોઈ એ. આવી સ્થિતિ વચ્ચે આપને સત્યશેાધનના માર્ગ કરી આપવા ખાતર, જે અસહકારની લડત હું એકલો જ નહી પણ ભાઈ શૌકતઅલી અને મહમદઅલી જેવા મારા સૌથી નિકટના સાથી પણ ચલાવી રહ્યા છીએ તેની મર્યાદા કેવડી છે એ વિષેને ખુલાસો આપ નામદાર આગળ રજૂ કરવા એ હું મારા ધર્મ સમજું છું. આપ નામદાર જેવાની હિંદની મુલાકાતનેા રાષ્ટ્રીય અહિષ્કાર કરવામાં આગળપડતા ભાગ લેવા માટે મન સુખની વાત હોય જ નહીં. મેં ફાઈના આગ્રહ વિના સ્વેચ્છાથી જિંદગીનાં સતત ત્રીસ વરસ સુધી સરકારની એક- નિષ્ઠાપૂર્વક સેવા કરી છે; એમ માનીને કે એ જ રસ્તે મારા દેશની પરાધીનતા મટી સ્વાતંત્ર્ય સ્થપાશે. એના એ જ મને આજ આપ નામદારના સ્વાગતના સંપૂર્ણ બહિષ્કાર પ્રાને સૂચવવામાં વીતેવી આનાકાની નથી થઈ. એક વાત હું આરંભમાં જ સ્પષ્ટ કરી દેવા માગું છું કે એક અંગ્રેજ સજ્જન તરીકે આપ નામદારની સામે અમારામાંના કાઈ ને કશું છે જ નહીં. આપનું શરીર અમારે મન હરકેાઈ વહાલામાં વહાલા મિત્રના જેટલું જ પવિત્ર છે. એ શરીરને જોખમમાં જોતાં મારા મિત્રમાંને કાઈ પણ પોતાના પ્રાણુ ખરચીને પણ તેની રક્ષા કરતાં પાછા હટે એવું હું નથી માનતા, વ્યક્તિ તરીકે કાઈ પણ અંગ્રેજ સામે અમે લડાઈ નથી માંડી. અગ્રેતેની જાન લેવા અમે નથી મથી રહ્યા. પણ જે રાજ્યતંત્રે હિન્દની પ્રજાને શરીરથી, મનથી અને આત્માથી કેવળ નપુંસક અને નાદાર કરી મૂકી એ રાજ્યત ંત્રને અમે અવશ્ય જડથી ઉખેડવા ઇચ્છીએ છીએ. જે અંગ્રેજ સ્વભાવમાંથી પામમાં એડવાયરશાહી અને ડાયરશાહી ઉદ્ભવી શકી, જેમાંથી ઇસ્લામનું – અમારા સાત કરોડ ભાઈ એના મજહબનું — કેવળ નિર્લજ્જતાપૂર્વક અપમાન થયું, કે જે વડાપ્રધાને પોતે જાતે કરેલી પવિત્ર જાહેર પ્રતિજ્ઞાનેા સાફ સાફ ભંગ કરીને સિદ્ધ કર્યું છે, તે સ્વભાવની સામે અમારા બધા બળપૂર્વક ઝૂઝવાના અમે સંકલ્પ - પ