મહાદેવભાઈની ડાયરી માટે પાપ સાથેની અમારી આ આપખુશીની ભાગીદારી જેટલી જોખમદાર છે તેટલાં જોખમદાર બ્રિટિશ તાપે અને સ'ગીને નથી. આમ આપ નામદાર જોઈ શકશેા કે આપને હાર્દિક સ્વાગત આપવાની હિલચાલમાં ભળવા — ભાગ લેવાને લગતા અમારા ઇનકાર કાઈ પણ રીતે આપ નામદારની પ્રત્યેના અમારા અંગત વિરેાધનું ચિહ્ન નથી, પણ જે રાજ્યતંત્રને ટકાવવા આપ આવ્યા છે તે રાજ્યતંત્રની સામેના અમારા વિરાધના નિદર્શીકા છે. હું સમજું છું કે અંગ્રેજોના વ્યક્તિગત પ્રયા અંગ્રેજ જાતિને સ્વભાવ એક દિવસમાં ન ફેરવી શકે. પણ જો અમે અંગ્રેજોના અાબરિયા થઈ એ તેા તે અમારી સામે અવિલખે માનની નજરથી શ્વેતા થાય. તેવા થવા સારુ અમારે સૌ પહેલાં તે ભયરહિત થવુ જોઈ એ; અમારે સ્વાશ્રયી બનવું જોઈએ; અને જે સરકારને અમે કાં તા સુધારવા અને ન સુધરે તે ક્રિટાડવા માગીએ છીએ તેના હાથનાં કેળવણી, ન્યાય, રક્ષણ અને આશ્રયથી અમારે સ્વતંત્ર થઈ જવુ જોઈએ. આથી જ આ અહિંસામય અસહકારની ઉત્પત્તિ થઈ છે. હું એ પણ જાણું છું કે અમે બધા જ હજી વાણીમાં તેમ જ આચરણમાં અહિં સાધનું સંપૂર્ણ પાલન કરનારા નથી થયા; પણુ અત્યાર સુધીમાં એ દિશાએ અમે કરેલી ગતિ કેવળ કલ્પનાતીત છે એવી હું આપ નામદારને ખાતરી આપુ છું. આ અહિંસામય લડતનું રહસ્ય અને કિંમત પ્રશ્ન અત્યારે ખૂબ સમજી ગઈ છે. હવે તે હરાઈ રસ્તે ચાલનાર ત્રાહિતને પણું આ લડત કેવી ધાર્મિ ક અને આત્મશુદ્ધિના તત્ત્વ ઉપર ખડી થયેલી છે એ દેખાય તેમ છે. અમે દારૂ- તાડીની ટેવે છેાડી રહ્યા છીએ. અમે અસ્પૃશ્યતાના પાપમાંથી હિંદને છેાડવવા મથી રહ્યા છીએ. અમે પહેરવાએઢવામાં દાખલ કરેલા ખાટા પરદેશી ભભકે। અને ડાકડમાક ફગાવી દઈ અમારા પુરાણા રેટિયાને જર્ણોદ્ધાર કરી રહ્યા છીએ. અને જીવનની અમારી પુરાતન સાદાઈ તરફ પાછા વળી રહ્યા છીએ. આમ કરીને આજની આ હાનિકારક સંસ્થાને અમે થીજવી દેવા માગીએ છીએ. આપ નામદારને એક અંગ્રેજ તરીકે આ પ્રવૃત્તિનેા સૂક્ષ્મ અભ્યાસ કરવા અને સામ્રાજ્યને માટે, બલકે આખી દુનિયાનાં દર્દીને માટે, તેમાં રહેલી સુષુપ્ત શક્તિઓને આંક કાઢવા હું વીનવું છું. અમે દુનિયામાં જે કંઈ તેક છે, પાક છે, તેની સામે લડાઈ કરવા નથી નીકળ્યા. ઇસ્લામનું— અમે મથી રહ્યા છીએ તે તમે — રક્ષણ કરવામાં અમે બધા ધર્મોને અભય આપવા મથી રહ્યા છીએ; હિંદુસ્તાનનું માન ભ્રષ્ટ ન થવા દેવામાં અમે આખી માનવ- જાતિના માનને માટે રક્ષણને કેટ ચણી રહ્યા છીએ; કારણ અમારાં હથિયાર
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૮૬
દેખાવ