લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૭
 
૫૯૭
 

અગ્રેજ ભાઈઓને ૧૯૭ સહકાર કરી શકશે. આપણા વેપારના સબંધો તપાસવાનેા પ્રસંગ તે વેળાએ આવશે. અત્યારે તેા પરદેશી કાપડના બહિષ્કાર સફળ કરવામાં હું તમારી મદદ ઇચ્છું છું. એવા જ અને એટલા જ મહત્ત્વના સવાલ છે દારૂનિષેધને. દારૂનાં પીધું એ તો સમાજ ઉપર લાદેલી એક અસહ્ય આક્ત છે. આ વિષયમાં પ્રશ્નમાં જેટલી જાગૃતિ છે તેટલી આજ સુધી કાઈ કાળે ન હતી. હું કબૂલ કરું છું કે આમાં તમારા કરતાં વધારે મદદ તે અમારા હિન્દી પ્રધાને કરી શકે એમ છે. છતાં આ સવાલમાં તમે તમારા મત સ્પષ્ટ જાહેર કા એમ હું ઇચ્છું છું. રાજ્યતંત્ર ગમે તેવું હોય તોપણુ મને લાગે છે કે પ્રજા તે દેશમાંથી દારૂની જડ જ કાટી નાખવા માગે. તમારું વજન પ્રજાપક્ષ સાથે ભેળવીને આ દિનપ્રતિદિન વધતી જતી હિલચાલને તમે મદદ કરી શકે છે. ‘નવજીવન', ૧૦-૭–૨૧ તમારા સાચા મિત્ર, સાહનદાસ કરમચંદ ગાંધી