પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“જીને કી આર્ક” કર્તા:–જે. મીચેલેટ.

“લા ફેમીલી ડી જી ડી આર્ક” કર્તા બેરિયટ ડી સેઈન્ટ પ્રિક્સ.

“લા વર્જે લોરેન” કર્તા:–લા કાન્ટેસી એ. ડી કે કેબેનસ.

“જીને ડી આર્ક' લા વેનરેબલ” કર્તા:–મોન્સ્કીન્યુર રીકાર્ડ.

“જોન ઍફ આર્ક” કર્તા:–લૉર્ડ રોનાલ્ડ ગાવર એફ. એસ. એ.

“જોન ઍફ આર્ક” કર્તા:–જ્હૉન ઑ હેગન.

“જોન ઍફ આર્ક ધી મેઇડ” કર્તા:–જેનેટ ટકી.

હાસમ હીરજી ચારણિચા.
 


૨-પ્રકાશકનું નિવેદન

આમાં એક એવી મહાન કુમારિકાનું જીવનચરિત્ર સાદર થાય છે, કે જેને થઈ ગયાને પાંચસો વર્ષ થયા છતાં જેનું નામ હજી પણ યૂરોપમાં એક દેવી તરીકે વંદન પામે છે. વર્તમાન ભારતવાસીઓની પેઠે તેના સમયનું ફ્રાન્સ પણ માંહોમાંહેના ક્લેશ કુસંપાદિ અવગુણોને આધીન હોઈ, તેના ફળરૂપે અનેક દુર્દશાઓ ભોગવંતું હતુ. આવા સમયમાં ગાઢ અંધકારમાં જેમ એકાએક જ્યોતિનો ઉદય થાય, તેમ કુમારિકા જોન ઑફ આર્ક પ્રકટી નીકળી હતી. અંતરની વિશેષ ઉન્નતિવાળા મહાત્માઓ પાછળથીજ અધિક એાળખાય છે, કે જ્યારે સમાજના હાથમાં માત્ર તેમની કબરના પથરાને નમન કેરવાનું જ અવશેષ રહ્યું હોય છે ! તેમની હયાતીમાં તેમના અતિ ઉન્નત ઉદ્દગારો અને કાર્યો તરફ થોડાઓજ ધ્યાન આપીને સમજી–સ્વીકારી શકે છે. જ્યાંત્યાં દંભપ્રપંચનાજ હાથમાં રમી રહેલો જનસમાજ, અને તેને તેવી રમતથી આંજી નાખી સ્વાર્થ સાધનમાં મચી રહેલા બાજીગરોથી ઉભરાઈ જતા જમાનામાં, એ સમજવું-સ્વીકારવું તો દૂર રહ્યું; પણ ઉલટું એવા મહાજનો પર તેજ દેશ કાળનાં મનુષ્યોએ દ્વેષ ધારણ કરી હૃદયવિદારક જુલમ ગુજાર્યાના દાખલા પણ જગતના ઇતિહાસમાં નોંધાયા છેજ, જોન ઑફ આર્કનો દાખલો પણ એજ પ્રકારનો છે. પોતાના દેશના રાજાને અને તેની સમગ્ર પ્રજાને પરતંત્રતાની બેડીમાંથી અનેક વાર પેાતાના જીવને જોખમે તથા શસ્ત્રોના ઘા ખમીને દિવ્ય કુમારિકાએ મુક્ત કર્યા હતા, અને હજી પણ જેના યોગે દેશના હકમાં મોટા લાભા થનાર હતા; તેજ દિવ્યમૂર્તિ દેશને ખાતર લડતાં કેદ પકડાયા પછી તેને છોડાવવા માટે કેટલાક હજારની રકમ ખર્ચનાર આખા દેશમાંથી કોઈપણ નીકળ્યું નહોતુ ! પરંતુ સ્વાર્થ ત્યાગ અને દેશસેવાની વાત વખતે પૂમડાની પેઠે ફુલાઈ જઈ અમલ કરવા સમયે બાર ગાઉ ભાગી જનાર કંઇએક યુવકો જેવી