પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
સાધ્વી ટેરેસા

ટેરેસામાં મનોબળ ઘણું હતું તેમજ તેમણે ઘણા મોટા માણસોને માનસિક શક્તિના પ્રયોગ કરીને વશ કર્યા હતા એ ખરું; પરંતુ એ પોતાના ચિત્તને વિવેકને આધીન કરી શક્યાં ન હતાં. હા, એટલું તો સ્વીકારવું પડશે કે, એ બાબતમાં પણ યત્ન કરવામાં ટેરેસાએ કસર રાખી ન હતી. વખતોવખત પ્રબળ ઇચ્છાશકિવડે તેઓ પોતાના હદયને ધર્મના ઉંચા શિખર ઉપર લઈ જતાં; ઈશ્વર પણ પોતાના શરણમાં તેમના હૃદયને સ્થાન આપતા અને તેથી એમના હૃદયમાં આનંદ પણ ઉભરાઈ જતો. પરંતુ એ પછીના ઉત્થાનકાળમાં તથા વિષયી લેાકના સહવાસમાં આ સંસારનાં લૌકિક સુખો વળી પાછાં મોહક મૂર્તિ ધારણ કરીને સેંકડો પ્રકારની લાલચોથી ટેરેસાના હદયને પોતાની તરફ ખેંચતાં. આથી પાછું એમનું હૃદય ધીમે ધીમે ઉંચા શિખરને બદલે નીચે પૃથ્વીની ધૂળમાં જઈ પડતું. ટેરેસાનું' જીવનચરિત્ર લખનાર લિઓ' નામના એક લેખક લખે છે કે "ટેરેસાના હૃદયમાં ઈશ્વરી અને શયતાની વિચારો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. શયતાન તેમને નાના પ્રકારના આમોદપ્રમોદ તરફ ખેંચતા; અને બીજી તરફ ટેરેસા જ્યારે ઉપાસના કરવા બેસતાં ત્યારે ઈશ્વર કરુણાનો વરસાદ વરસાવતા, તથા જાણે ટેરેસાને બતાવતા કે, શયતાન કરતાં મારી શક્તિ ઘણી વધારે છે. આખરે થયું પણ એમજ. પ્રભુપ્રેમનોજ વિજય થયો"

પ્રભુ પણ હવે કયાંસુધી પોતાની પુત્રીને સંગ્રામ અને પ્રલોભનમાં રાખી મૂકે? તેની કરુણાથી ટેરેસાના અંતઃકરણમાં નવી શક્તિ જાગી ઉઠી. તેમણે લૌકિક વાસના ઉપર જય મેળવ્યો. વાદળ દૂર થતાં પ્રકટતા પ્રકાશની પેઠે તેમના અંતરમાં આધ્યાત્મિક જ્યોતિ પ્રકાશી ઉઠી. ધર્મજીવનના શ્રેષ્ઠ આદર્શ પેાતાની સન્મુખ રાખીને એ જીવનમાર્ગમાં આગળ વધવા લાગ્યાં.

એ સમયથી ટેરેસા અનેક પ્રકારનાં આશ્ચર્યકારક દશ્ય જોવા લાગ્યાં. તેમણે જોયું કે, ભગવાન ખ્રિસ્ત પોતે જાણે તેમની પડખેજ બેઠા છે, અને મધુર સ્વરે વાતચીત કરી રહ્યા છે. એક દિવસ નહિ, બે દિવસ નહિ, પણ કેટલાએ દિવસસુધી ટેરેસાએ એવાં દૃશ્ય જોયાં હતાં કે જે વિચારતાં આશ્ચર્ય થાય છે. અલબત્ત એ બધી રહસ્યપૂર્ણ ઘટનાઓમાં શુ સત્ય સમાયેલું હતું તે અમે કહી શકતા નથી.

પ-સાધના અને સિદ્ધિ

સાધ્વી ટેરેસાને ધર્મરાજ્યમાં પ્રવેશ કરવામાં ઘણી વાર ઠોકરો