પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
મહાન સાધ્વીઓ

ઈશ્વરથી પ્રેરાઇને હું એ વિષયમાં લખું છું. મારી એ અવસ્થામાં હું ઇશ્વરની વાણી સાંભળવા પામી. ઈશ્વરે મને કહ્યું ' બેટી ! તારો આત્મા મારામાં મળી ગયો છે, મારી સાથે જોડાઈ ગયેા છે. હવે તારામાં તું નહિ રહે પણ હુંજ રહીશ.' ”

"એવી અવસ્થામાં મનુષ્યને શ્રમપૂર્વક કાંઈ પણ કરવું પડતું નથી. ઈશ્વરની કરુણા સર્વદા તેના આત્માને ઘેરી રાખે છે અને તેથી તે શાંતિમાં રહે છે, તેના હદયરૂપ બગીચા આનંદરૂપ પુષ્પથી સુશોભિત થઈ રહે છે. એ અવસ્થામાં આપણે શ્વાસેાચ્છવાસ પણ લગભગ બંધ થઈ જાય છે, નયન પણ આપોઆપ સિંચાઈ જાય છે, કર્ણમાં શબ્દ પ્રવેશ કરતો નથી, મુખ બોલતું નથી, શરીરક્રિયા બંધ થાય છે અને સર્વ શક્તિ આત્મશક્તિમાં ફેરવાઈ જવાથી આનંદમાં ઓર વધારો થાય છે.”

“પરંતુ એવી અવસ્થા થોડી વારજ ટકે છે, તે પછી મનમાં શુ થાય છે ? એ વખતે ઇશ્વરમાંથી નીકળીને (સમાધિદશામાંથી નીચે ઉતરીને) આપણે આપણા પોતામાં (ઉત્થાન અવસ્થામાં) આવી પડીએ છીએ. આથી મનમાં એક પ્રકારનો ઉદાસભાવ પ્રગટી નીકળે છે. સંસારના કામકાજમાં ચિત્તને રુચતું નથી. મનમાં સારા સારા સંકલ્પો જાગ્રત થાય છે. એ સંકલ્પોને અમલમાં લાવવાની ઈશ્વર જાતે શક્તિ આપે છે. એ ઈશ્વરી શક્તિ આશ્ચર્યકારક રીતે આત્માને બળવાન બનાવે છે અને એવો સબળ આત્મા પરમેશ્વરના નામે કોઈ પણ કાર્યમાં પાછી પાની કરતો નથી.”

“હાય ! હું કેટલી બધી ક્ષુદ્ર છું કે એ અવસ્થામાં આત્માએ કયું કામ કરવું જોઈએ, તે હજુસુધી પણ હું સ્પષ્ટપણે સમજી શકતી નથી, અને તેથી મને ક્લેશ થાય છે.”

"હે મારા પરમ સંપત્તિના સાગર ! તું મારા ઉપર દયા લાવ. હું તારી જેટલી ઋણી છું તે ઋણમાંનું જરા તરા પણ ચૂકવી શકું, એવા શુભ સંયોગ આણી આપ. હે પ્રભુ ! તારી સેવિકા તારી ઇચ્છાનુસાર કાર્ય સાધી શકે, એવો તું એને આદેશ અને ઉત્સાહ આપ ! મારા જેવી અનેક દુર્બળ નારીઓ કેવળ તારા પ્રેમપ્રભાવથી શકિતવાન થઈને અનેક મહાન કાર્ય કરી ગઈ છે. હે મારા પરમ ધન ! મને બળ આપો, આપના કાર્યમાં નિયુક્ત કરો. આ લ્યો મારુ જીવન, આ લ્યો મારી ઇચ્છા; મારી સર્વ મર્યાદા આપને અર્પણ કરું છું. હું આપનીજ છું. આપની ઈચ્છાનુસાર