પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
મહાન સાધ્વીઓ

સ્તુતિ અને સ્તવન જરૂરનાં છે; તેમ પૂજાદિ કર્યા પછી શ્રમસાધ્ય ધર્મગ્રંથના પાઠ અને દેવપૂજાદિ બાહ્યાચાર એ વ્યર્થ છે. કર્તવ્યભાર પણ ઉઠાવવાની અને તેને પાર ઉતારવાની પણ જરૂર છે; નહિ તો એ માત્ર ઉપલકિયા ઉભરો કયાંનો ક્યાંય શમી જાય છે. કેવળ એવી ઉપલકિયા ઉપાસનાદ્વારા હૃદયની સાચી ફળદ્રુપતા અને વિશાળતા તથા સંપૂર્ણતા સધાતી નથી. કર્તવ્યપ્રેમથીજ તેનો પૂર્ણ વિકાસ થાય છે. એ પ્રેમનો પરિચય વાક્યોથી નહિ પણ કાર્યથી મળે છે. કેવળ હાથ જોડીને મોઢાની સ્તુતિઓ કર્યાથી અથવા તો આચરણમાં નહિ ઉતારતાં માત્ર બીજાઓને દેખાડવા કે ઉપદેશવા માટે પોતાના અહંભાવથી ઉભરાતાં ઉત્તમ વિચારવાળાં ભજનાદિ ગાઈ સંભળાવવાથી એ પ્રભુપ્રેમ સાબીત થતો નથી; પરંતુ શ્રમ અને કષ્ટ વેઠીને તથા અનેકવિધ લૌકિક સ્વાર્થોનાં બલિદાન આપીને એ પ્રેમ દર્શાવવા જોઈએ છે. મેં પણ ઘણા કાળ સુધી મોઢાની સ્તુતિઓ ગાઈ છે, હવે મારે બીજું કાંઈ જોઈતું નથી પણ માત્ર એજ પ્રાર્થના છે કે, હું દિનપ્રતિદિન પ્રભુ પ્રેમની અને આદેશની અધિકારી બનું અને ઉન્નતિના માર્ગમાં આગળ વધી સદાને માટે તેના શરણમાં રહી શકું. હે પ્રભો ! એ મહ્‌દ ફળદ્વારા મારા પ્રેમનું સાર્થક હોજો !”

પોતે કયું કામ કરવું જોઈએ, એ બાબતમાં ઈશ્વરની શી ઈચ્છા છે? તે હવે એ સ્પષ્ટ રીતે સમજવા લાગ્યાં. એમણે નક્કી કર્યું કે, મારા દેશના ખ્રિસ્તી ધર્મમાં જે દ્દૂષિત રીતરિવાજો છે તેને કાઢી નખાવીને, દેશના લોકો આગળ ભક્તિ અને કર્મના સમન્વયવાળા ધર્મજીવનનો એક ઉજ્જવળ આદર્શ ખડો કરવો એ મારી ફરજ છે. એને માટે સૌથી પ્રથમ તો એવા ઉચ્ચ આદર્શને અનુકૂળ થાય એવો એક આશ્રમ સ્થાપવાની જરૂર છે. તેમણે એ આશ્રમના સંબંધમાં એક રાત્રે એક આશ્ચર્યકારક સ્વપ્ન જોયું. ઈસુ ખ્રિસ્તે જાતે સ્વપ્નમાં તેમની સન્મુખ પધારીને કહ્યું કે “તું તારી બધી શક્તિ વાપરીને એક આશ્રમ સ્થાપ. ' એક વાર નહિ, બે વાર નહિ, પણ ફરી ફરીને ખ્રિસ્તની એજ ઉપદેશવાણી ટેરેસા સ્વપ્મમાં સાંભળવા લાગ્યાં. આખરે એક નવો આશ્રમ સ્થાપવાના સંક૯પ તેમના મનમાં થયો.

એ સમયે યુરોપમાં ઘેાર ધર્મ વિપ્લવ મચી રહ્યો હતો. ઈ. સ. ૧૫૨૦ માં જર્મન દેશમાં મહાત્મા માર્ટિન લ્યુથરે ધર્મનું જે આંદોલન ઉભુ કર્યું હતું, તેજ આંદોલનનો પવન હજુ સુધી