પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
સાધ્વી ટેરેસા

શકી છું કે, ધનવૈભવ અને પદવીની મોટાઈ એ ધર્મમાર્ગમાં મુખ્ય વિઘ્ન છે. હું મારા આશ્રમમાંથી એ બંને વાનાંને જડમૂળમાંથી ઉખેડી નાખીશ. વૈરાગ્ય ઉપરજ મારા આશ્રમની સ્થાપના કરીશ. આપણે પ્રભુ ઈસુનો આદર્શ વિસરી જવો ન જોઈએ. તેમણે તબેલામાં જન્મ લીધો હતો અને પિતાની માલિકીનું તેમને કાંઈજ નહોતું.”

આ નાનકડા ગ્રંથમાં સ્થળસંકોચને લીધે અમે સંન્યાસિનીઆશ્રમના અનેક નિયમોમાંથી ફક્ત ચારજ નિયમોનો સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. ટેરેસાએ હવે એ આશ્રમની ઉન્નતિ સારૂ ખરા દિલથી યત્ન કરવા માંડયો. સારાં કામમાં વિઘ્નો પણ ઘણાં નડે છે. એવાં વિઘ્નો નાખનાર વિરોધી દળોની સાથે તેમને સંગ્રામ પણ થયો. તેમણે ટેરેસા ઉપર સરકારી કચેરીમાં એક મુકદ‌મો માંડી તેમના ઉપર એ આરોપ મૂકયો કે દેશના અમલદારોની મંજુરી મેળવ્યા વગર એમણે નવા પ્રકારનો આશ્રમ સ્થાપ્યો હતો. એમના નવા આશ્રમના ધર્મમત વચ્ચે અને દેશમાં પ્રચલિત ધર્મમત વચ્ચે ઘણી બાબતમાં ભેદ હતો. ઘણીક ભાંજગડ થયા પછી એ મુકદ‌મામાં ટેરેસાના શત્રુઓએ નહિ ધારેલી એવી સફળતા તેમને મળી. ઘણા પ્રયત્ન કરીને એમણે પોતાના ધર્મના મુખ્ય ગુરુ પોપનું આજ્ઞાપત્ર પણ મેળવ્યું. હવે બાકી શું રહ્યું ? પેાતાના ધર્મના શ્રેષ્ઠ પુરુષે આશ્રમ સ્થાપવાની રજા આપવાથી આશ્રમના વિરોધી લેાકો મનમાં ને મનમાં બળી જવા લાગ્યા; પણ તેનું ખંડન કરવાનું સાહસ તેઓ કેવી રીતે કરી શકે ?

એમ છતાં પણ દેશમાં બે પક્ષ બંધાયા. એક પક્ષ પ્રાચીન રીતરિવાજનો પક્ષ લઈને ટેરેસાને પકડવા સારૂ નાના પ્રકારની યુક્તિઓ તથા તેમના આશ્રમની ખોટી નિંદા કરવા લાગ્યા. બીજા પક્ષનાં અનેક સુશિક્ષિત મનુષ્ય ટેરેસાના પક્ષમાં રહીને, પુષ્કળ સહાયતા આપવા લાગ્યાં. તપસ્વિની ટેરેસાનું કર્મક્ષેત્ર ધીમે ધીમે પ્રસરવા લાગ્યું. ઠેકાણે ઠેકાણે આશ્રમ સ્થાપીને તેમણે દેશના ધર્મને ઉન્નત કરવા માંડયો. તેમના પ્રયત્નથી એક કોલેજ પણ સ્થપાઈ. થોડાજ દિવસેમાં એ સાધ્વીની શક્તિ આગળ સેંકડો લેાકો મસ્તક નમાવવા લાગ્યાં. સાહસી યોદ્ધો જેવી રીતે અનેક અડચણો તથા વિધ્નોની પરવા ન કરતાં યાહોમ કરીને તૂટી પડે છે તથા પોતાના લક્ષ્યસ્થાન ઉપર પહોંચે છે, તેવી જ રીતે તપસ્વિની ટેરેસાએ વિરોધી દળ તરફ