પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
મહાન સાધ્વીઓ

એ એવું સમજતી હતી કે, આમ તો મારોજ સ્થાપેલો છે. હજુ પણ મારા આપેલા ધનથી એનો નિર્વાહ ચાલી રહ્યો છે. મારા અન્યાયી કાર્યની વિરુદ્ધ બોલવાની મગદૂર કોની છે ? પરંતુ એને ખબર નહોતી કે ન્યાય અને સદાચારનું રક્ષણ કરવા ખાતર સાધ્વી ટેરેસા કેવું અગ્નિસ્વરૂપ ધારણ કરે છે ! આખરે ટેરેસાનો હુકમ માથે ચઢાવીને તેને આશ્રમમાંથી ચાલ્યા જવું પડયું.

ધર્મશીલા સાધ્વી ટેરેસા આશ્રમની પવિત્રતા, ધર્મનો ઉચ્ચ આદર્શ અને ન્યાયનું રક્ષણ કરવા સારૂ અત્યંત કઠણ હૈયાનાં થઈને ઉભાં રહેતાં એ વાત ખરી, પરંતુ રોગ, શોક, પા૫ અને અશાંતિના સમયમાં લોકોની સેવા કરતી વખતે સગી માતાની પેઠે લોકો ઉપર સ્નેહ દાખવતાં અને સાંત્વના આપતાં. આથીજ પાપમાં પડેલાં, રોગથી પીડાતાં અને શોકની તીવ્ર દાહ સહન ન કરી શકનારાં સ્ત્રીપુરુષો શાંતિ મેળવવાની આશામાં તપસ્વિની ટેરેસાનું શરણ લેતાં. એ પણ એમને ઈશ્વરના પ્રેમની કથા સંભળાવીને સાંત્વના આપતાં.

એક દિવસ ટેલેડો શહેરના એક ધનવાનની પત્નીએ શોકની પીડાથી અધીરી થઇને ટેરેસાના આચાર્ય ઉપર એક પત્ર લખૉ મોકલ્યો.. આચાર્યના આગ્રહથી ટેરેસાને એ શોકાતુર ધનિક બાઈને ઘેર જવું પડ્યું. એમણે કેટલાક દિવસ એ આબરૂદાર મહિલાની હવેલીમાં રહીને જોયું કે એને ત્યાં ધન, ઐશ્વર્ય, દાસદાસી, ગાડીઘોડા, માનઆબરૂ બધું છે; નથી ફકત ધર્મ. એને લીધેજ આ શોકને વખતે એ બધું ધન અને એશ્વર્ય કશા કામમાં આવતું નથી. એનાં માનઆબરૂ એના હૃદયના ઘા રૂઝવી શકતાં નથી. અનેક દાસદાસીઓ ગડબડ મચાવીને તેની અશાંતિમાં :ઉલતો વધારો કરી રહ્યાં છે. તપસ્વિની ટેરેસાએ થોડાકજ દિવસમાં એ સ્ત્રીના અંતરમાં ધર્મભાવ જાગ્રત કરી દીધો. તેમની સાંત્વનાથી એ નારીના સંતાપ એકદમ જતો રહ્યો; એટલુજ નહિ પરંતુ સંન્યાસિનીના જીવનના પ્રભાવથી એ આખા કુટુંબની રીતભાતમાં એકદમ ફેરફાર થઈ ગયેા. ધનવાન ગૃહિણીની એક સહચરી તો ટેરેસાના મર્મસ્પર્શી ઉપદેશ સાંભળીને ધર્મ પ્રાપ્ત કરવાને અતિશય આકુળવ્યાકુળ થઈ ગઈ.

ટેરેસા જ્યારે પાકી વયનાં થયાં ત્યારે દેશના લોકો તેમને ધર્મ રાજ્યનાં અધિશ્વરી ગણીને તેમના પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દર્શાવવા લાગ્યા. એ આશ્રમમાંથી બહાર નીકળ્યાં છે અને અમુક