પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
સાધ્વી ગેયાઁ


સ્નેહ અને સદ્વ્યવહાર મળવાની તેમને આશા હતી. પરંતુ તે પણ મીજાજી જણાઈ. જરા જરામાં તેનો મીજાજ જતો રહેતો અને વહુને ઠપકો દઈને બેસી નહિ રહેતાં છોકરાને પણ આડુંઅવળું ભંભેરીને વહુ ઉપરથી તેનું ચિત્ત ઉઠી જાય એવું કરતી. એ પણ સ્ત્રીની ઉપર નાખુશ થઈને તેમની આંખમાંથી આંસુ પડાવતો. સાસુને તો ભણવાગણવા અને ધર્મચર્ચા કરવા કરતાં પરનિંદા અને કજીયા કરવાનું જ ઘણું ગમતું હતું, ઉપાસના અને ધર્મગ્રંથનો પાઠ કરવામાં વહુનો જે સમય જતો તેને માટે પણ એ તેનો તિરસ્કાર કરતી.

મેડમ ગેયાઁના સ્વામીનો સ્વભાવ છેકજ ખરાબ હતો એવું નહોતું, પરંતુ એનામાં સહનશીલતા જરા પણ નહોતી. જરા જરામાં એ ઉશ્કેરાઈ જતો. એ વિષયમાં એ પોતાના જીવનચરિત્રમાં લખે છેઃ– “હું દુઃખનો કોળીઓ આંસુને ઘૂંટડે ઉતારવા લાગી. પતિનો ચઢાઉ સ્વભાવ હોવાથી એમનાં માતુશ્રીને મારી વિરુદ્ધ રાતદિવસ ઉશ્કેરવાનો લાગ મળતો.”

પરંતુ એ તરુણી સ્ત્રીનાં નયન આ દુઃખાશ્રુથીજ નિર્મળ થયાં. વિશ્વાસરૂપી નયનથી એ જોઈ શકી કે, તેના જીવનની પાછળ કરુણામય ઈશ્વરનો મંગળ હસ્ત રહેલો છે. સ્વયં ભગવાનજ તેના દોષ અને ત્રુટિઓનું સંશોધન કરવા સારૂ તેને ઘડતરના દુઃખમાં અને પક્વતાના અગ્નિમાં નાખી રહ્યા છે; એટલા માટે એ હવે દુ:ખ અને જુલ્મને ઈશ્વરનું દાન ગણીને સ્વીકારવા લાગ્યાં. આટલા દિવસ દુઃખની જે ઝાળ તેમના હૃદયને સળગાવ્યા કરતી હતી, તેજ ઝાળમાંથી હવે આધ્યાત્મિક જ્યોતિ જાગી ઉઠી. મેડમ ગેયાઁના અંતરમાંથી રૂપનો અહંકાર અને દુનિયાઈ સુખની આકાંક્ષા જતાં રહ્યાં. દુ:ખના કઠિન આઘાતથી તેમની પાર્થિવ વાસનાના ચૂરેચૂરા થઈ ગયા. બે હાથ પસારીને જીવંત ધર્મને અંતરમાં ધારણ કરવા સારૂ એ વ્યાકુળ થઈ ગયાં. હવે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે તેમના મર્મસ્થાનને ભેદીને કંદનધ્વનિ બહાર નીકળવા માંડ્યો.

હવે કોની પાસે ગયાથી, કોની સહાયતા મેળવ્યાથી ઈશ્વરના હાથમાં આત્મસમર્પણ કરી શકાશે? કેવી રીતે મારૂં ચિત્ત અંતરના સંગ્રામમાંથી છૂટકારો મેળવશે ? એજ વિચારેામાં મેડમ ગેયાઁ આકુળવ્યાકુળ થઈ ગયાં. એ વખતની એમની ધર્મતૃષ્ણાનું સ્મરણ કર્યાથી વિસ્મય ઉત્પન્ન થાચ છે. મહાત્મા ઇસુ કહી ગયા છે કે “ ધર્મને માટે તરસ્યા બનેલા મનુષ્યોને ધન્ય છે, કારણ કે