પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
મહાન સાધ્વીઓ


પાસે શાંતિની ભિક્ષા માગું છું. મારો કોઈ અપરાધ થયો હોય તો વિસરી જાઓ, અને મને આપની પુત્રી જેવી ગણીને સ્વીકારો.”

પરંતુ એ સખ્ત પથ્થર પીગળે એવાં કાઈ લક્ષણ દીઠામાં આવ્યાં નહિ. ઉલટુ સાસુજીએ કહ્યું કે “તારી સાથે આ ઘરમાં હું રહી શકીશ નહિ.” એ વાક્યનો અર્થ એ હતો કે, તારે મારા આ ઘરમાંથી ચાલ્યાં જવું. મેડમ ગેયાઁ સાસુની આજ્ઞાનું પાલન કરવા ત્રણ સંતાનોને લઈને ઘર બહાર નીકળ્યાં, પરંતુ પિતૃહીન સંતાનોના મુખ તરફ જોવાથી તથા સ્વામીના ગૃહ તરફ નજર નાખ્યાથી એમની આંખમાંથી ચોધાર આંસુ ખાળ્યાં ખળી શક્યાં નહિ, એમ છતાં પણ એમણે સાસુપ્રત્યે કોઈ દ્વેષભાવ રાખ્યો નહિ. તેમણે વિચાર્યું કે, સાસુના દોષ અને ખોડખાંપણનો વિચાર કરવાનો ભાર ઇશ્વરે કાંઈ મને સોંપ્યો નથી; હું શા માટે તેનો વિચાર કરીને મારું મન ખાટું કરું ?

આ વખતે મેડમ ગેયાઁ જે ઘરની બહાર નીકળ્યાં તે નીકળ્યાંજ; ત્યાર પછી કદી પણ ઝાઝો વખત ઠરીને એક સ્થળે બેસવાનો પ્રસંગ તેમને મળ્યો નહિ. એવી સગવડ શા સારૂ ન મળી તેનું અમે યથાસ્થાને સંક્ષેપમાં વર્ણન કરીશું. હાલ તો એ નિરાધાર સાધ્વી જનકોલાહલથી જરા દૂર એક નિર્જન સ્થાનમાં જઈ વસ્યાં. ત્યાં આગળ સૌથી પ્રથમ પોતાનાં સંતાનોને સારું શિક્ષણ આપવા તરફ એમનું ધ્યાન ખેંચાયું. તેમણે છોકરાંઓને ભણાવવાનો સારો બંદોબસ્ત કર્યો. ત્યારપછી એમણે પોતે લેટિન ભાષા શીખવા માંડી. એ ભાષામાં પ્રવીણતા મેળવ્યાથી તેમને જ્ઞાનની શોધમાં અને ધર્મની સાધનામાં ઘણી જ મદદ મળી. એવું જણાય છે કે, ત્યાર૫છી થોડાક જ દિવસોમાં કેટલાક પુરુષો તેમની આગળ લગ્નની માગણી કરીને તેમને પજવવા લાગ્યા. સાધ્વી નારીએ એમનાં માગાંઓ પાછાં કાઢ્યાં.

હવે એ ભક્તિમતી સાધ્વીએ નવજીવન પ્રાપ્ત કર્યાનો દિવસ– ૨૨ મી જુલાઈ આવ્યો. એ આખો દિવસ અને રાત તેમણે ઉપાસનામાં ગાળ્યાં. તેમના મનના પ્રત્યેક વિચાર, તેમના કંઠમાંથી નીકળતુ પ્રત્યેક વાક્ય, તેમના નયનનું પ્રત્યેક અશ્રુ ઈશ્વરની આગળ પહોંચ્યું. હાય ! આટલા દિવસોમાં પણ એ દુઃખી નારીનો સંગ્રામ બંધ પડ્યો નહોતો, એ સંશય અને પાપથી અતીત થઇ શકી નહોતી. આજ પ્રેમમય ભગવાને તપસ્વિની નારીની આગળ એક