પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
મહાન સાધ્વીઓ


“મારો ઈશ્વરની સાથે એટલો પરિચય અને સંબંધ થયો છે કે જેથી તેનીજ ઇચ્છામાં મેં મારી ઇચ્છાને સંપૂર્ણ ગુમાવી દીધી છે. ઈશ્વર મારા ઉપર દયા કરીને એ પ્રમાણે મારું સર્વસ્વ બન્યો છે; તેથી જે અહંકાર એક સમયે મને કષ્ટ આપતો હતો, તે હવે દેખાતો નથી અને બધી વસ્તુઓમાં તથા બધી ઘટનાઓમાં હુંએ દયાસિંધુનેજ દેખું છું. જીવ કાંઈજ નથી, ઈશ્વરજ બધું છે.”

મેડમ ગેયાઁએ કેવા પ્રકારના સંગ્રામ અને સાધના કરીને આવું ઉન્નત આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કર્યું હતું, એ વિષયમાં પણ તેમણે લખ્યું છે કે “મારા પણ દુઃખના દિવસ વીત્યા છે, વિદ્રોહી મનને વશ કરતાં કરતાં મારે હૈયાફાટ રોવું પડ્યું છે. કેટલાએ માસ અને કેટલાંએ વર્ષ મેં અશ્રુજળથી નયન ભીજવ્યાં છે. આખરે દયાસિંધુની દયાથી મુક્તિના દિન ઉગ્યો, ઘા રૂઝાયો, આંસુ સૂકાયાં અને કૃતજ્ઞતાસહિત કહી શકું છું કે, હવે મારા અંતરાત્માએ શાંતિ અને પવિત્રતારૂપે પ્રભુપ્રસાદ મેળવ્યો છે.”

તપસ્વિની મેડમ ગેયાઁએ જે દુર્લભ ધર્મની પ્રાપ્તિ કરીને જીવનનું સાર્થક કયું હતું, તે ધર્મની સત્ય વાણી મનુષ્યોને સંભળાવવા સારૂ હવે તેમણે યત્ન કરવા માંડ્યો. તે ઉપરાંત તેમણે રોગીઓની સેવા અને ગરીબોનાં દુઃખ ટાળવા તરફે પણ ચિત્ત પરોવ્યું.

જેક્સ શહેરનાં દરિદ્ર મનુષ્યની દુર્ગતિ જોઈને તેમણે ધનની મદદ આપીને તેમના અભાવ દૂર કર્યા, તેમની સેવા અને કોમળ વ્યવહારથી દુઃખી લોકો ઘણા સુખી થતા. પુષ્કળ સ્ત્રીપુરુષો પાપથી વ્યાકુળ થઇને તેમની પાસે આવતાં અને પોતાના મનની વાત ખુલ્લી રીતે કહેતાં. એમના હૃદયમાં તેઓ ધર્મભાવ જાગ્રત કરતાં. તેમના યત્નથી અનેક લોકો ઇશ્વરને શરણે જતાં અને સદાને માટે પાપનો માર્ગ છોડી દેતાં.

પરંતુ મેડમ ગેયાઁ આ શહેરમાં ઝાઝા દિવસ રહી શક્યાં નહિ. તેમના વિશુદ્ધ ધર્મમતને લીધે જૂના વિચારના કટ્ટર ખ્રિસ્તીઓનું એક દળ તેમનો શત્રુ બન્યું હતું. તેઓની ખટપટથી આ ધર્મશીલા સાધ્વીને બીજી જગ્યાએ જવું પડ્યું. ત્યાં આગળ એમને ખર્ચે એક દવાખાનું બાંધવામાં આવ્યું. એ ઇસ્પિતાલમાં જાતે જઇને માંદાં સ્ત્રીપુરુષની સેવા કરતાં. ત્યારપછી શત્રુઓની ખટપટને લીધે એમને બીજાં ઘણાં સ્થાનોમાં ફરવું પડ્યું હતું. લાકોનું - વિરુદ્ધાચરણ હોવા છતાં પણ એ સદા દુઃખી મનુષ્યનાં આંસુ સાથે