પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
મહાન સાધ્વીઓ

પુરુષો પાપના માર્ગનો ત્યાગ કરીને ઈશ્વરને શરણે આવવા લાગ્યાં. મેડમ ગેયાઁ પાતાના આ ધર્મપ્રચારના કાર્ય વિશે લખે છે કે:-“પ્રાત:કાળથી માંડીને રાતના આઠ વાગ્યા સુધી હું ભગવત્કથા કહેતાં કંટાળતી નહિ. ઈશ્વર મારી સંગાથે હતો અને એજ મને લોકોની આધ્યામિક અવસ્થા અને તેમની અગવડો અને આવશ્યકતાઓ જણાવી દેતો. એ સમયે અનેક જણે ઈશ્વરની આગળ આત્મસમર્પણ કર્યું હતું. કોઇ કોઇ તો પળભરમાં બદલાઈ જતાં અને કેટલાંક પ્રયત્ન કરતાં કરતાં તેની કૃપા પ્રાપ્ત કરતાં. કરુણાનિધિ ઈશ્વરનું કાર્ય અતિ અદ્દભુત છે.”

અમે અહીંઆં મેડમ ગેયાઁની થોડીક ધર્મકથા ઉતારીશુ. તે ઉપરથી જણાશે કે, એમનાં એ વચનો કેવાં જ્વલંત છે ! કેવા ઉંડા ભાવથી પૂર્ણ છે ! કેવાં પ્રાણસ્પર્શી છે ! તપસ્વિની સાધ્વી કહે છે કેઃ- “પ્રાર્થના એ શું છે ? નક્કી કરી રાખેલાં વાક્યો બોલી જવા કરતાં જરૂર એમાં કાંઈક વધારે છે. જે અવસ્થામાં મનુષ્યહુદય ઈશ્વર સાથે વિશ્વાસ અને પ્રેમવડે જોડાયેલું હોય છે, તે અવસ્થાને પ્રાર્થના કહે છે.”

“એકાંતમાં વિશ્વાસપૂર્ણ હૃદયે ઈશ્વરની સાથે તમારો શો સંબં'ધ છે, તેનો અનુભવ કરવાનો યત્ન કરો; તમારું અંતઃકરણ બરાબર પ્રભુ સન્મુખ કરો. મનને પ્રથમ એ મહાન ચિંતનમાં જોડો કે “ઈશ્વર સત્ છે, સર્વત્રની પેઠે તમારી પણ એ સન્મુખજ ઉભો છે, ઈશ્વર આપણો છે અને તેની આગળ આપણે બધા ઋણી છીએ.” એ મહાસત્યોની ઉપર શાંતભાવે અને શ્રદ્ધાપૂર્વક મનને જમાવો. શાંત નમ્ર થઈને રહો; બધી ઇંદ્રિયોને, બધી ચિંતાઓને પરિધિમાંથી સંકેલીને કેન્દ્રમાં લાવી બેસાડો. આ પ્રમાણે ઈશ્વરને માટે રાહ જુઓ. તીવ્ર આકાંક્ષા સહિત તેની વાટ નિહાળો, પરંતુ અંતઃકરણને અધીરૂં થવા દેશો નહિ.”

તમારૂં બીજું “સર્વસ્વ છોડી દીધા વગર સાચું અને પુરૂં આત્મસમર્પણ થઈ શકતું નથી. ઈશ્વરના ચરણમાં પોતાને સર્વ પ્રકારે છોડી દઈ પૂરેપૂરું સમર્પણ કરવું પડશે. ભૂતકાળના વિષયો વિસ્મૃતિસાગરને તળીએ ડૂબાડી દેવા પડશે અને ભવિષ્યની ચિંતા ભગવાનના ઉપર છોડી દઈને વર્તમાનમાં–આ મુહૂર્તમાં આપણે આપણી જાતનું તેનાં ચરણોમાં સર્વભાવે સમર્પણ કરી દેવું જોઇએ.”

“પૃથ્વીની સાંત્વના બે દિનની છે, એ ચાલી જાય છે; પરંતુ ઇશ્વરની સમીપ સંપૂર્ણ આત્મસમર્પણ કર્યાથી મળતી સાંત્વના શાશ્વત