પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
મહાન સાધ્વીઓ

તેમનામાં જ્ઞાનનો શંખ વધારવા સારૂ કોઈ કોઈ દિવસ તેમને પૃથ્વીનો નકશો અથવા ગોળા બતાવતાં; કોઇ દિવસ ઇતિહાસમાંથી વાત કહેતાં અને કોઈ દિવસ કોઇ પ્રખ્યાત કવિના કાવ્યની વાત સંભળાવી તેમનાં ચંચળ મનને શાંત કરતાં તો કોઈ વખત ભૂસ્તર વિદ્યાના ચમત્કાર બતાવીને તેમના મનમાં પૃથ્વી કેવી આશ્ચર્યકારક કુશળતાથી બનાવવામાં આવી છે તેના વિચાર ઉપન્ન કરતાં. બાલકબાલિકાઓને એ કેવી રીતે શિક્ષણ આપતાંતે તેમની રોજનિશીમાંના નીચેના ઉતારા ઉપરથી સમજી શકાશે.

“પૃથ્વીમાં ઋતુઓ કેવી રીતે અને શાથી બદલાય છે તે બાળકોને બતાવ્યું અને સમજાવ્યું, તેથી તેમને ઘણોજ આનંદ થયો.”

“આ વર્ગના છોકરાઓએ કદી નકશા દીઠા નહોતા. નકશો સમજતાં એમને ઘણી વાર લાગી. એક વિદ્યાર્થી નકશામાં બ્રિસ્ટલ અને બાથ નગર જોઈને અત્યંત આનંદિત થયો; હું હંમેશાં પહેલાં જાણીતાં સ્થાન બતાવીને પછીથી અજાણ્યાં સ્થાન બતાવું છું.”

“ગચે અઠવાડિયે મેં વિદ્યાર્થીઓને કેટલાંક x[૧]ફર્ન દેખાડ્યાં હતાં. તેમનું સૌંદર્ય એ લોકો સમજી શક્યાં હતાં, પણ એ શી વસ્તુ છે તે કહી શક્યાં નહિ. કોઈ કહેવા લાગ્યું કે એ તાડનું વૃક્ષ છે. મેં તેમને ફર્ન સંબંધી જે કાંઈ કહ્યું તે તેમણે ઘણી ઉત્સુકતાપૂર્વક સાંભળ્યું.”

“મૅકબેથની વાત તેમને કહી સંભળાવી. ઘણી સારી રીતે હું સમજી શકી કે, એ વાત તેમના મન ઉપર ઠસી ગઈ. એ લોકો શેક્સપિયરનું નામ જાણતાં હતાં. કોઇ હોટલની ઉપર તેમણે તેની પથ્થરની મૂતિ જોઈ હતી.”

પેાતાનાં વિદ્યાર્થીઓની માનસિક અવસ્થાની ધીમે ધીમે થતી જતી ઉન્નતિની આ પ્રમાણે તે દેખરેખ રાખતાં અને તેમની સલાહ પ્રમાણે ચાલીને કોઇ વિદ્યાર્થી સત્કાર્ય કરતા અથવા તેમનો ઉપદેશ મનમાં રાખતો, તો એ તેને યત્નપૂર્વક સંભાર્યા કરતાં. એક દિવસ તેમણે પોતાના એક અંધમિત્રને વાયુનિષ્કાશન યંત્રપ્રણાલિ વિદ્યાર્થીઓને સમજાવવા સારૂ બોલાવ્યા હતા. એ દિવસે ભાષણ સાંભળવા સારૂ ૩૦૦ બાલકબાલિકાઓ હાજર હતાં. એ દિવસની વક્તૃતા સંબંધે મેરી કાર્પેન્ટર લખે છે કે :– “એક વર્ષ પહેલાં હું કલ્પના પણ કરી નહોતી શકતી કે વિદ્યાર્થીઓ આટલી


  1. ભીની જગ્યામાં થતો એક સુંદર છોડવો.