પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
સાધ્વી મેરી કાર્પેન્ટર

ધીરજથી ભાષણ સાંભળશે અને જ્ઞાન મેળવવા માટે આટલો આનંદ પ્રગટ કરશે.” મુખ્યત્વે કરીને ધાર્મિક શિક્ષણ દ્વારાજ મેરી કાર્પેન્ટર એ તોફાની છોકરાંઓને ઠેકાણે લાવ્યાં હતાં. રવિવારને દિવસે બે વાર અને આડે દહાડે એક વાર તેમને જાતે ધર્મનું શિક્ષણ આપતાં. એ બધાં ગરીબ બાલકબાલિકાઓનાં પ્રેમ અને શ્રદ્ધાથી તેમનું જીવન ઘણું મધુરું બન્યું હતું.

મફત શાળા સારૂ મકાન ખરીદવું

તેમના પ્રયત્નથી દરિદ્ર વિદ્યાલયની ધીમે ધીમે ઉન્નતિ થવા લાગી અને છાત્ર – છાત્રાઓની સંખ્યા પણ વધવા માંડી. ઇ. સ. ૧૮૫૦ માં તેમણે એ નિશાળને સારૂ એક મકાન ખરીદ કર્યું. બાલ્યાવસ્થામાં આમોદપ્રમોદની કેટલી આવશ્યકતા છે અને બાલકબાલિકાઓને સારૂ જે નિર્દોષ રમતગમતની સગવડ ન હોય તો એ લોકો કેવે ખરાબ રસ્તે ચઢી જાય છે, તે મેરી કાર્પેન્ટર સારી પેઠે સમજતાં હતાં. એનું નિવારણ કરવા સારૂ તેમણે નિશાળના મકાનની પાસેની કેટલીક જમીન ખરીદી લઈને તેને ક્રીડાભૂમિ બનાવી. એને લીધે બાલકબાલિકાઓ એ રસ્તામાં જઇને રઝળવાનું તથા ખરાબ માર્ગે ચઢવાનું બંધ કર્યું. ત્યારપછી થોડા દિવસ બાદ એ મકાનને લગતાં બીજા કેટલાંક ઘર ખરીદી લઈને ઘરબાર વગરનાં અને અનાથ બાલકબાલિકાઓ માટે તેમણે એક આશ્રમની સ્થાપના કરી. અનેક પ્રકારની અડચણો વેઠીને તથા એ બધાં તોફાની અને નીતિહીન બાલકબાલિકાઓનાં અન્યાયી કાર્યો અને અત્યાચાર સહન કરીને એ નિશાળ જ્યારે એક વર્ષ સુધી ટકી ત્યારે તેની આશ્ચયકારક ઉન્નતિ જોઈને બધાં અવાક થઈ ગયાં. લોકો પૂછવા લાગ્યાં કે, જે છોકરાંને જોઈને લોકો બ્હીતાં હતાં તે છોકરાંઓ કયા મંત્રબળથી આ પ્રમાણે સહ્ય, શાંત અને સારા સ્વભાવનાં થઇ ગયાં ? મેરી કાર્પેન્ટરના આ દરિદ્રવિદ્યાલયની પ્રશંસા દેશવિદેશમાં પ્રસરી ગઇ.

રાત્રિશાળાની સ્થાપના

દરિદ્ર વિદ્યાલયની આ પ્રમાણે ધીમે ધીમે ઉન્નતિ થતી જોઇને મેરી કાર્પેન્ટરના હૃદયમાં એક બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ. ગરીબ ખેડુતો અને મજુરોને ભણાવવા સારૂ તથા તેમના જીવનને વિશેષ નીતિમાન બનાવવા સારૂ કોઈ પ્રયત્ન કરવાનો તેમણે સંકલ્પ કર્યો. એ ઉદ્દેશથી આ દરિદ્ર વિદ્યાલયની સાથે સાથે તેમણે એક રાત્રિશાળાઓની