પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જરૂર કેટલી બધી વાર સમજાવી હતી, તેને સારૂ કેટલી સભાઓ એકઠી કરી હતી – એ બધાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે આશ્ચર્ય પામી જઈએ છીએ. પરોપકારનાં આ બધાં કાર્ય કરવાને લીધે તેમના ઘરના કામકાજમાં કોઈ જાતની ત્રુટિ આવતી નહિ.

પાર્લામેન્ટનું અનુમોદન

ઈ. સ. ૧૮૫૪ માં તેમના પરિશ્રમનું ફળ મળ્યું. સુધારક વિદ્યાલયને પાર્લામેન્ટનું અનુમોદન મળ્યું. પહેલાાં એ વિદ્યાલયમાં અપરાધીઓને રાખવા બદલ તેમને સરકાર તરફથી કોઇ પ્રકારની મદદ મળતી નહોતી. એ લોકો વિદ્યાલયમાંથી નાસી જતા અથવા તો કોઇ પ્રકારનું અન્યાયી કામ કરતા તો ન્યાયાધીશ કે પોલિસને વિદ્યાલયને મદદ કરવાનો અધિકાર નહોતો. મેરી કાર્પેન્ટર કેવળ માત્ર કેટલાક શિક્ષકો અને મહેતીજીઓની મદદથી એ બધાં તેાફાની અપરાધીઓને ઘણા સ્નેહપૂર્વક કાબુમાં રાખતાં. એ વર્ષમાં તેમણે “રેડ લૉજ” નામના મકાનમાં બાલિકાઓ માટે એક જૂદું વિદ્યાલય સ્થાપ્યું. એ સમયમાં એ રવિવારનું વિદ્યાલય, દરિદ્રવિદ્યાલય અને કિંગ્સ વ્યૂમાં આવેલા સુધારક-વિદ્યાલયમાં નિયમિત સમયે હાજર રહેતાં અને તેમનો વહિવટ ચલાવતાં. છોકરીઓને માટે ઉઘાડેલી આ નવી સુધારક-શાળાએ તેમનું સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હતું. ઘણો વધારે પરિશ્રમ કરવાથી તેમનું શરીર એ સમયમાં લથડી પડયું, પરંતુ સાજા થતાંવારજ પાછાં એ બધાં કામ કરવાનો આરંભ કર્યો. તેમના મંદવાડમાં એ બધી નિશાળોના વિદ્યાર્થીઓ તેમને માટે એટલા બધા વ્યાકુળ થઈ ગયા હતા કે, એવી નાજુક હાલત માં રખે મેરી કાર્પેન્ટરને પેાતાની કોઈ વર્તણુકથી મનોવેદના થાય, એ ભયથી એ લોકો કદી કોઈ પ્રકારનું અન્યાયી આચરણ કરતા નહિ. પાછળથી મેરી કાર્પેન્ટરે એજ મકાનમાં વાસ કરવા માંડયો.

બ્રહ્મવાદિની કુમારી કૉબ

આયર્લેન્ડવાસી સુપ્રસિદ્ધ કુમારી કૉબ બ્રહ્મવાદિની હતાં. એકેશ્વરવાદીઓના ધર્મગ્રંથ વાંચ્યાથી ખ્રિસ્તીધર્મ ઉપરથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો હતો. એ વખતે એમણે પોતાના પિતા મિસ્ટર ચાર્લ્સ કૉબને પેાતાના ધર્મ પરિવર્તનની વાત કરી ત્યારે તેમના પિતા એટલા બધા ગુસ્સે થઈ ગયા કે, તેમણે કુમારી કૉબને ઘરમાંથી કાઢી મૂક્યાં. બ્રહ્મવાદિની કુમારી કૉબનો આ