પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રમાણે પિતાદ્વારા પરિત્યાગ થયો, ત્યારે મેરી કાર્પેન્ટરે તેમને આદરપૂર્વક આમંત્રણ આપીને પોતાના ઘરમાં રાખ્યાં. મેરી કાર્પેન્ટરના સંસર્ગમાં આવવાથી પોતાનું જીવન સફળ થયું છે એમ કુમારી કૉબ માનતાં હતાં. મેરી કાર્પેન્ટરના મહાન ચારિત્ર અને પરમાર્થવૃત્તિથી ઉત્સાહિત થઈને તેમણે પણ દેશનો ઉપકાર કરવા સારૂ પોતાનું જીવન સમર્પણ કર્યું. ગરીબોની ઉન્નતિ કરવી, અત્યાચારીઓના હાથમાંથી તેમની સ્ત્રીઓનો છૂટકારો કરવો; માંદાં, જીર્ણ, નિરાધાર ગરીબોને મદદ કરવા સારૂ સભા સ્થાપવી; પશુઓને ઘાતકીપણે મારી નાખવાનો રિવાજ કાઢી નખાવવો, વગેરે અનેક પ્રકારનાં સત્કાર્યો તેમણે ઉપાડ્યાં અને પોતાને હાથે ચલાવ્યાં. આ બધું મેરી કાર્પેન્ટરના સત્સંગનું જ ફળ હતું. એ તેમનું વૃત્તાંત વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે.

સુપરિન્ટેન્ડન્ટની જગ્યાનું રાજીનામું

અતિશય પરિશ્રમને લીધે વારે ઘડીએ તબિયત બગડવા લાગી તેથી મેરી કાર્પેન્ટરે રવિવારના વિદ્યાલયના સુપરિન્ટેન્ડન્ટની જગ્યાનું રાજીનામું આપ્યું. પચીસ વર્ષસુધી તેમણે એ કાર્ય ઘણી સારી રીતે ચલાવ્યું હતું, એટલે જ્યારે એમણે એ પદવીનું રાજીનામું આવ્યું ત્યારે તેમના હાથ નીચેના શિક્ષકો અને મહેતીજીઓએ તેમના પ્રત્યેની પોતાની શ્રદ્ધા પ્રગટ કરવા ખાતર તેમને માનપત્ર અને ભેટ અર્પણ કર્યા. હવે રવિવારની નિશાળમાંથી છૂટાં પડવાથી તેમને જે સમય મળતો, તેનો ઉપયોગ “રેડ લૉજ”માં સ્થાપવામાં આવેલા બાલિકા વિદ્યાલયના લાભ ખાતર કરવામાં આવતો. મેરી કાર્પેન્ટરના મહાન પ્રેમપૂર્ણ ચારિત્રનો પ્રભાવ તથા તેમના ઉન્નત આદર્શના સમાગમને લીધે મનુષ્યસમાજ થી હીણાયેલી અને તરછોડાયેલી એ બાલિકાઓનાં ચારિત્ર, વર્તણુંક અને સ્વભાવમાં આશ્ચર્યકારક ફેરફાર થવા લાગ્યો. પોલિસના જે અમલદારો એ બાલિકાઓને અગાઉ કોઈ વાર ગુન્હેગારતરીકે પકડીને કેદખાનામાં લઈ ગયા હતા, તેઓ પણ હવે એ બાલિકાઓને ઓળખી શક્યા નહિ. ઉન્નત, પવિત્ર અને ઉચ્ચ શક્તિના પ્રભાવથી મનુષ્યચારિત્ર એવી રીતે પરિવર્તન પામે છે. નિરાધાર બાલકબાલિકાઓ અને કેદીઓની સ્થિતિ સુધારવા સારૂ તેમણે સરકાર સમક્ષ અનેક પ્રકારની દાખલાદલીલો સાથે અરજી આપી, કેદીઓની અવસ્થા પૂરી રીતે જાણવાના ઉદ્દેશ્યથી આયર્લેન્ડના કેદીઓની ઉન્નત