પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

साध्वी कॉब

૧ – બાલ્યાવસ્થા, માતૃભક્તિ અને ગૃહકાર્ય

કુમારી ફ્રાંસિસ કૉબ બુદ્ધિશાળી હોઈ તત્ત્વજ્ઞાન ઉપર તેમનો આશ્ચર્યકારક કાબુ હતો. એ સારાં લેખક તથા ગ્રંથકાર હતાં. તરુણ વયમાંજ તેમનું હૃદય ધર્મજિજ્ઞાસાથી વ્યાકુળ થયું હતું. ઇંગ્લઁડ અને અમેરિકાના અનેક ધાર્મિક તથા વિદ્વાન પુરુષો એમના પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરતા. આપણા દેશની બ્રાહ્મસમાજની સાથે પણ તેમને ઘણો ગાઢ સંબંધ હતો.

કુમારી કૉબઓ જન્મ ઈ. સ. ૧૮રર ની ૪ થી ડિસેમ્બરે ડબ્લિન શહેરમાં થયો હતો. એમના પિતા ચાર્લ્સ કૉબ એક સારા કુટુંબના માણસ હતા. ભારતવર્ષ જોવાને મદ્રાસ આવ્યા હતા. ત્યાં સૈન્યવિભાગમાં એમને એક નોકરી મળી હતી. ત્યાં કેટલોક સમય સેવા કર્યા પછી એમણે વિલાયત જઈને લગ્ન કર્યું હતું. કુમારી કૉબની માતાનું નામ ફ્રાન્સિસ કૉન્વે હતું. તેમનું મુખ ખીલેલા પુષ્પસમાન સુંદર હતું. કુમારી કૉબનો જે પ્રેમ આ માતા ઉપર હતો તેટલો સંસારમાં બીજા કોઈના પણ ઉપર નહોતો. એ આત્મચરિત્રમાં લખે છે કે :–

“મારાં માતુશ્રીનો નમ્ર સ્વભાવ, કોમળ પ્રકૃતિ તથા તેમની વર્તણુંક અને વાતચીત ઘણાં સ્વાભાવિક હતાં; જનનીના અનેક સદ્‌ગુણોને લીધે જ તેમની શક્તિ મારા જીવન ઉપર પોતાની સત્તા ચલાવી રહી હતી. માતાનું લાવણ્યમય નિર્મળ મુખ મને કેટલું બધું સુંદર લાગતું હતું ! હું કહી શકું છું કે, એ નિરૂપમ માતૃમૂર્તિના દર્શનથી જ મને સૌથી પ્રથમ સૌંદર્યનો અનુભવ થયો હતો. એટલા માટે હું વારે ઘડીએ માતાના મુખ સામું જોઇને બોલી ઉઠતી કે “મા ! તમે કેવાં સુંદર છો.”

“મા એ સાંભળીને હસતાં, સ્નેહના આવેશમાં આવી જઇને મારા મુખનું ચુંબન કરતાં અને કહેતાં ‘વહાલી કન્યા ! તું મને