પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
સાધ્વી કૉબ

“નાની વયમાંથીજ હું ભણવાગણવામાં, ઘરના કામકાજમાં તથા નાના ભાઈની દેખરેખમાં ગુંથાઇ હતી. પૈસાટકાની ચિંતા મારે કદી કરવી પડી નહોતી. મેં બાલ્યાવસ્થાથીજ ઇસુની પ્રાર્થનાનું અનુસરણ કર્યું છે. ધનસંપત્તિને સારૂ મારૂં ચિત્ત કદી વળખાં મારતું નથી. ઈશ્વરની જે ઇચ્છા હોય તેનાથીજ મારૂં જીવન પૂર્ણ થાઓ.”

કુમારી કૉબની ઉમર જરા વધી, એટલે એમને નિશાળે બેસાડવામાં આવ્યાં. એમને બોર્ડિંગ હાઉસમાં રહેવું પડતું. એ સમયમાં એમના દેશમાં પણ છોકરીઓની નિશાળો તથા બોર્ડિંગ હાઉસની અવસ્થા બહુ સારી ન હતી. એટલે બોર્ડિંગનો નિવાસ એમને રૂચ્યો નહિ. એ વિષે એક બનાવનો અમે ઉલ્લેખ કરીશું. કુમારી કૉબ જે બોર્ડીંગમાં રહેતાં હતાં ત્યાં ધર્મના શિક્ષણની કોઈ સારી વ્યવસ્થા ન હતી. એ એકલાં એક ઓરડામાં બેસીને ભક્તિપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરતાં. એ એક દિવસ એવી રીતે પ્રાર્થના કરી રહ્યાં હતાં, એવામાં બોર્ડિંગની એક કન્યા આવીને તેમને કહેવા લાગી ‘‘અલી કપટી ! ઉઠ, રહેવા દે તારી પ્રાર્થના. ચાલ, હમણાં ને હમણાં ઉઠ, જો ફરીથી કદી પ્રાર્થના કરી છે તો તને મારીશ.” એ છોકરીની વાત સાંભળીને કુમારી કૉબ તો અવાકજ થઈ ગયાં. એમણે મનમાં નિશ્ચય કર્યો કે, હવે ગમે તે થશે તોપણ હું આ બોર્ડિંગ હાઉસમાં નિવાસ નહિ કરું અને આ નિશાળમાં અભ્યાસ પણ નહિ કરું. ઇ. સ. ૧૮૩૮માં છાત્રનિવાસનો ત્યાગ કરીને એ ઘેર પાછાં ગયાં. એ વખતે એમની અવસ્થા સોળ વર્ષની હતી. એમણે ઘર આગળજ ગ્રીક ભાષાનો અભ્યાસ કરવા માંડ્યો. ઇતિહાસ તથા પ્લેટોનું દર્શનશાસ્ત્ર શીખવાને પણ તેમનું ચિત્ત આકુળવ્યાકુળ થઈ ગયું. એ વખતે ઘરકામનો બધો બોજો તેમને માથે નાખવામાં આવ્યો હતો અને એ બોજો તેમણે આનંદથી ઉઠાવ્યેા હતો.

કુમારી કૉબે લખ્યું છે કે :– “મને ધર્મનું શિક્ષણ સૌથી પહેલું માતપિતા પાસેથી મળ્યું છે. મને બરાબર યાદ છે કે, હું માતાની સાથે બેસીને પ્રાર્થના કરતી. પિતાની આગળ ધર્મસંગીત ગાતી. રવિવારને દિવસે અમારા ઘરમાં કોઈને પણ ધર્ર્ર્ર્ર્મપુસ્તક સિવાય બીજી કોઈ ચોપડી વાંચવા દેવામાં આવતી નહિ. દરરોજ પ્રાતઃકાળે અમારા ઘરમાં પુસ્તકાલયવાળા ઓરડામાં ઉપાસના થતી. ઉપાસના થઈ રહ્યા પછી ધર્મગ્રંથનો પાઠ થતો. ત્યારપછી ધર્મસંબંધી