પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
સાધ્વી કૉબ

થઇ ગયું. એ તો હજુ પણ હયાત છે, અને મને ચાહે છે. મારી અવસ્થા ચાલીસ વર્ષની થઇ ત્યાંસુધી મારા જીવનની એક મુખ્ય આકાંક્ષા એ હતી કે મૃત્યુ પછી માતાની સાથે ફરીથી મેળાપ થાય.”

૨ – જ્ઞાનની ઉન્નતિ અને સાહિત્યચર્ચા

કુમારી કૉબે આખું જીવન જ્ઞાનના અભ્યાસમાં ગાળ્યું હતું. સાહિત્ય, ઇતિહાસ અને દર્શનશાસ્ત્રનું ખાસ કરીને તત્ત્વવિદ્યાનું એમને ગાઢ જ્ઞાન હતું. તેમણે ઉત્તમ ગ્રંથો રચ્યા છે.

કુમારી કૉબના પિતાજીના ઘરમાં એક મોટું પુસ્તકાલય હતું. એમાંના સર્વોત્તમ ગ્રંથોએ તેમના મન ઉપર પોતાનો પ્રભાવ સારી પેઠે જમાવ્યો હતો. બાલ્યાવસ્થાથીજ પુસ્તકાલયમાંનાં પુસ્તકો ફેંદતાં ફેંદતાં અભ્યાસની ઇચ્છા તેમનામાં પ્રબળ થઈ પડી હતી.

કુમારી કૉબે નિશાળ છોડ્યા પછી ગ્રીક ભાષા શીખવાના અને ઇતિહાસના ગ્રંથો વાંચવાનો આરંભ કર્યો હતો. પૂરૂં ચિત્ત દઇને ચાર વર્ષ સુધી એમણે ઇતિહાસનો અસ્યાસ કર્યો હતો. ત્યાર પછી પૃથ્વીના મોટા મોટા લેખકોમાંથી જેટલાંનાં ઉત્તમ પુસ્તકો એકઠાં કરવાનું તેમનાથી બની શક્યું, તે બધાં વાંચી નાખ્યાં હતાં. એ ઉપરચોટીઉં વાંચનારાં ન હતાં; પણ ગંભીર ભાવપૂર્વક સારવાળા ગ્રંથો એકે એકે વાંચતાં, વાંચ્યા પછી એ વિષય ઉપર વિચાર કરતાં અને તેના ભાવસમુદ્રમાં ડૂબકી લગાવીને પ્રવીણ તારાની પેઠે એ રત્નોને શોધતાં; અને ખરેખર, તેમને રત્ન મળી આવતાં. પોતાની મનન શક્તિ દ્વારા પ્રત્યેક ગ્રંથમાંથી સત્યનો ઉદ્ધાર કરીને એ પેાતાની નોંધપોથીમાં લખી રાખતાં. કોઇ પંડિત કદાપિ કોઈ મોટા ગ્રંથવિષે પ્રશ્ન પૂછતો કે “ફલાણો ઉત્તમ વિષય કયા અધ્યાયમાં લખેલો છે ?” તો કુમારી કૉબ પાતાની નોંધપોથીમાં જોઈને એ પ્રશ્નનો ઉત્તર આપતાં.

કુમારી કૉબે જ્યારથી ઇંગ્લઁડમાં જઈને વાસ કર્યો ત્યારથીજ વિશેષ પ્રકારે તેમની સાહિત્યચર્ચાનો આરંભ થયો. એ વખતમાં એ મોટી મોટી સભાઓમાં સામેલ થતાં. મોટા મોટા પંડિતો અને ધાર્મિક પુરુષો સાથે એમનો વાર્તાલાપ થતો. ઇંગ્લઁડ અને અમેરિકાનાં પ્રસિદ્ધ દૈનિક અને સાપ્તાહિક પત્રમાં એમના લેખો પ્રગટ થતા. એથી એમને પૈસા પણ પુષ્કળ મળતા હતા. એ ‘એકો’ અને ‘સ્ટેન્ડર્ડ’ પત્રનાં સંપાદિકા પણ નીમાયાં હતાં. કુમારી કૉબ ઇંગ્લઁડમાં નિવાસ કરતાં હતાં એ સમયમાં મહાત્મા થિયોડર