પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
મહાન સાધ્વીઓ

મન જાણે કેાઈ ઉંડા ભાવથી છવાઈ ગયું. હું વિચારવા લાગી:- ‘મારું જીવન શૂન્ય અને અસાર થઈ ગયું છે. ઉપાસનામાં ચિત્ત ચોંટતું નથી. ઈશ્વરની કથા રૂચતી નથી, હું શું કરીશ ? મારે માટે હવે શો ઉપાય ?"

આ પ્રમાણે વિચાર કરતાં કરતાં જ્યારે દિગ્મૂઢ થઈ જતી હતી, ત્યારે હું મારી જાતને પ્રશ્ન પૂછતી કે, શું હું જાગ્રત ન થઈ શકુ ? ન્યાય અને સત્ય ગણીને જે વાત હું માનું છું, તેને અનુસરીને હું મારું જીવન ન ગાળી શકું ? મૃત્યુની પછી પણ જીવન છે, એ વાત ઉપર વિશ્વાસ નથી રાખતી એ ખરું, પણ વર્તમાન જીવનનું બંધારણ શું હું ઉત્તમ પ્રકારે ન રચી શકું ? જો ઈશ્વર હશે તો એ મારા સારા પ્રકારે રચેલા જીવનને ગ્રહણ કરશે-અવશ્ય ગ્રહણ કરશે. હું એવો સંક૯પ કરીને ઘેર પાછી ગઈ. કેવું આશ્ચર્ય ! થોડાજ દિવસ પછી મારા હૃદયમાંથી પ્રાર્થના નીકળવા લાગી. હું ઈશ્વરને મારા વિવેકનો પ્રભુ ગણીને બોલાવવા લાગી અને તેની આગળ મારી પ્રાર્થના કરવાનો આરંભ કર્યોઃ-હે પ્રભુ ! તું મારા અપરાધોની ક્ષમા આપ, મને શક્તિ પ્રદાન કર. મારા સંક૯પ પાર પાડવામાં સહાયભૂત થા ! તું મારા જીવનને અસત્યમાંથી મુક્ત કરીને એવે સ્થાને લઈ જા કે જ્યાંથી કર્તવ્યના માર્ગમાં આગળ વધી શકુ'.”

“ ઈશ્વરની કરુણા આશ્ચર્યજનક છે ! હું જીવનના ઝંઝાવાતોમાંથી પાર ઉતરી, ધીમે ધીમે એકેશ્વરવાદની તરફ આગળ વધવા લાગી. મારા જીવનપથમાં ઘણી વાર નૈતિક સંગ્રામ ઉભો થયો છે, પરંતુ ધર્મવિદ્રોહ તો ત્યારપછી કદી ઉઠ્યોજ નથી. કોઈ દિવસ સંશય મારા હદયને ઘેરી શક્યો નથી.”

“ મેં સૌથી પ્રથમ તો ઈશ્વરને મંગળસ્વરૂપ તરીકે માનવા માંડ્યા. પછી એ પણ સમજી કે, એ પ્રેમસ્વરૂપ છે. દિવસે દિવસે મને એવુ થવા લાગ્યું કે જ્ઞાન કરતાં પ્રેમ શ્રેષ્ઠ છે. એ વિચાર કરતાં કરતાં પ્રભુપ્રેમથી મારું અંતર ઉભરાઈ જતુ, હૃદયના પ્રેમપ્રભાવને લીધે હું આખી રાત ક્રંદન કરતી. એ વખતે મનમાં એવું થતુ કે અંતરના આ પ્રેમને બહાર કેવી રીતે પ્રગટ કરવો ? એક દિવસ સવારના પહોરમાં એક માણસે આવીને મને જણાવ્યુ કે, મારો ધોબી મરવા પડ્યો છે. હું એજ ક્ષણે ધોબીના ઘર તરફ જવા નીકળી. તેની સેવા કરીને હૃદયના પ્રેમને સફળ કરીશ, એજ મારો