પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
સાધ્વી કૉબ

પાછાં આવ્યાં. એ વખતે એમની ઉમર ૩૬ વર્ષની હતી. પિતાએ તેમને સારૂ વાર્ષિક બસો પાઉંડ(લગભગ ત્રણ હજાર રૂપિયા )ની આવકની વ્યવસ્થા કરી હતી. એટલા રૂપિયાથી એ ધર્મશીલા નારીનું જીવન સુખમાં વ્યતીત થતું હતું. હવે એમને સંસારમાં કોઈનું બંધન રહ્યું નહોતું. એમની માતાનું તો આગળથીજ મૃત્યુ નીપજ્યું હતું. થોડા દિવસ પહેલાં પિતા પણ સ્વર્ગમાં સીધાવ્યા હતા. એટલે કુમારી કૉબનો બધો વખત ઈશ્વરચિંતન, ધર્મવિચાર અને સાહિત્યચર્ચામાં વ્યતીત થતો હતો. પરંતુ શું એટલાથી કોઈ સન્નારી, પોતાના જીવનનું સાર્થક થયું ગણે ? ના, કદી નહિ. કુમારી કૉબના હૃદયમાં રહેલા પ્રેમે તેમને જનસેવા કરવાને સારુ આકુળવ્યાકુળ કરી નાખ્યાં. એ વિચારવા લાગ્યાં કે, મારે જરૂર આ પૃથ્વીમાં કોઈ અગત્યનું કાર્ય કરવું જોઈએ. પરંતુ ધર્મસંબધી મારી સમજણ, પ્રચલિત લેાકમતથી જૂદા પ્રકારની હોવાથી ઘણા લોકો મારી સેવાને પસંદ કરશે નહિ; હું ક્યાં જાઉ અને કેવા કામમાં હાથ ઘાલું ?

એ સમયમાં પરોપકારી કુમારી કાપેર્ન્ટરે દરિદ્ર લેાકોને સારૂ એક નિશાળ ઉઘાડી હતી. એ નિશાળને માટે એક મહેતીજીની જરૂર હતી. કુમારી કૉબે એ નિશાળની શિક્ષિકાનું પદ સ્વીકાર્યું. એ નિશાળની બોર્ડિંગમાં વાસ કરવા માટે તેમને દર અઠવાડીએ પોતાની ગાંઠના ત્રીસ શિલિંગ ખર્ચવા પડતા; પરંતુ આ કાર્યને હાથ માં લીધાથી પોતે ગરીબોની ખાતર કાંઇ ને કાંઈ કરી શકશે, એ વિચારથી એમને ઘણો આનંદ થતો હતો.

ત્યારપછી કુમારી કૉબ ઈગ્લઁડમાં વાસ કરવા લાગ્યાં. એ સારા કુટુંબની કન્યા હતાં, કેળવાયેલાં હતાં, સારાં લેખક હતાં અને પરસેવાનેજ પોતાનું વ્રત બનાવ્યું હતું, એટલે વિલાયતના અનેક વિદ્વાન અને તત્ત્વવેત્તાઓ સાથે તેમને સારો સંબંધ બંધાયો. પ્રખ્યાત વર્તમાનપત્રો અને માસિકમાં એમના ઉંડા વિચારપૂર્ણ અને ચિત્તાકર્ષક લેખ છપાવા લાગ્યા. એ વખતમાં વિલાયતમાં મજુરોની અવસ્થા ઘણી ખરાબ હતી. એ લોકો તનતોડ મહેનત કરતા, છતાં પણ એમનું દારિદ્ર્ય દૂર થતુ નહિ. એ બિચારા હતભાગીઓનું આરોગ્ય સારૂં નહોતુ, એમની ચાલચલણ સારી નહોતી, બધી બાબતમાં તેમને ક્લેશ અને વેદના ભોગવવાં પડતાં. અનેક સ્થળે પેટની ઝાળ હોલવવા ખાતર નાની