પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
સાધ્વી કૉબ

નું સાર્થક થયું ગણતાં. એ વિષયમાં પોતે નોંધપોથીમાં લખે છે કે :–

‘જીવનમાં પાર્કરની સાથે આજે મારી પ્રથમ મુલાકાત થઈ. એ બિછાનામાં સૂઈ રહ્યા હતા. મિસિસ પાર્કર મને એમની પાસે લઈ ગયાં, પાર્કરની પાસે જતાં એમણે આગ્રહપૂર્વક મારો એક હાથ પકડ્યો. તેમણે કોમળ સ્વરે કહ્યું કે “મિસ કૉબ ! કેટલા બધા દિવસ પછી આજ આશ્ચર્યકારક રીતે તમારી સાથે મારી મુલાકાત થઇ !” પાર્કરના મુખ ઉપર હાસ્ય છવાઇ રહ્યું. તેમણે ફરીથી કહ્યું :– “શરીર છૂટશે તેનો મને ભય નથી, પરંતુ આગળ પુષ્કળ કામ પડ્યું છે, તે પડતું મૂકીને જવું પડે છે, તેના ક્લેશ થાય છે.” મેં કહ્યું “પ્રાચીન કાળના સાધુઓ જેવી રીતે ઈશ્વરના કાર્યમાં જીવન અર્પણ કરતા હતા, તેવીજ રીતે આપે પણ ઈશ્વરની સેવા અને સત્યના પ્રચાર માટે શરીરનો ક્ષય કર્યો છે.”

પાર્કરે તેમની પત્નીને કહ્યું હતું કે, હું મિસ કૉબને ફરી મળીશ નહિ. એમને જોતાંજ મારા અંતરમાં ધાર્મિક ભાવ ઉછળવા માંડે છે; તમે તેમને મળતાં રહેજો.

ધર્મ, કર્મ અને જ્ઞાનમાં આ સાધ્વીનું જીવન ધન્ય થયું હતું.

કુમારી કૉબે ઈ. સ. ૧૯૦૪ની ૫ મી એપ્રિલે પરલોકયાત્રા કરી. તેમનો આત્મા પ્રેમમય પ્રભુ પાસે ગયો.