પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

साध्वी क्लेरा



પુણ્યશીલા ભગિની નિવેદિતાએ જેવી રીતે પોતાના ગુરુ સ્વામી વિવેકાનંદના ઉપદેશનો ઉચ્ચ ભાવ હૃદયમાં ધારણ કરીને ભારતના કર્મક્ષેત્રમાં જીવન સમર્પણ કર્યું હતું; એમનું જીવન જેવી રીતે સ્વામીજીના ચરણમાં ભગવાનના નૈવેદ્યરૂપ હતું, તેવીજ રીતે સાધ્વી ક્લેરાએ ભગવત્સેવા અર્થે પોતાનું જીવન પ્રખ્યાત સાધુ ફ્રાન્સિસના ચરણમાં નૈવેદ્યરૂપે થયું હતું.

સાધુ ફ્રાન્સિસનો ઉન્નતભાવ જેટલો ક્લેરાના હૃદયમાં ઉત્તમરૂપે ઠસી ગયો હતો તેટલો તેમના બીજા અસંખ્ય સાધકો અને શિષ્યોમાંથી કોઇના પણ હૃદયમાં ઠસ્યો નહોતો. પોતાના આદર્શની વાત, પોતાના હૃદયના ઉચ્ચ ભાવની કથા ક્લેરા આગળ કરે ત્યારેજ સાધુ ફ્રાન્સિસને શાંતિ વળતી. કારણ કે એ એકલી જ તેમના ઉચ્ચ આદર્શને સમજી શકતી. ક્લેરાએ પોતાનું અંતર ગુરુના આદર્શની સાથે એકરૂપ કરી દીધું હતું, તેથી ગુરુને પણ એ શિષ્યાને ઉપદેશ આપવાથી તૃપ્તિ થતી. ક્લેરાએ પોતાના અસ્તિત્વનો નાશ કરીને બધું ભગવાનને અર્પણ કરીને સંતોષ માન્યો હતો. પોતાને માટે વિચારવાનું તેણે કઇ રાખ્યું નહોતું. કેમકે બાહ્ય પદાર્થો ઉપરાંત પોતાનાં મન, વાણી અને કર્મ પણ એણે ભગવાનને સમર્પણ કર્યાં હતાં.

સાધ્વી ક્લેરાએ એસિસિ નગરના એક સદ્‌ગૃહસ્થને ઘેર જન્મ લીધો હતો. બાલ્યાવસ્થાથીજ તેમનું ચિત્ત પવિત્ર અને ઉચ્ચ વિષયો તરફ જતું. હાથખર્ચને માટે માતાપિતા તરફથી જે કાંઇ રકમ મળતી તે એ ગરીબોને વહેંચી આપતાં. એટલે સુધી કે પોતાનું ખાવાનું પણ ગરીબ છોકરાંઓને આપી દઇને આનંદ માનતાં. માતપિતા એમને લગ્ન કરવાનું કહેતાં ત્યારે જવાબ આપતાં કે “હું પરણીશ નહિ, આખી જીંદગીસુધી કુંવારીજ રહીશ અને ભગવાનની સેવામાં જીવન ગાળીશ.” વસ્તુતઃ બાલ્યાવસ્થાથીજ