પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

साध्वी सैयदा नफसिया


મુસલમાનોમાં એ તપસ્વીઓની સમાધિ સર્વશ્રેષ્ઠ યાત્રાના સ્થળરૂપે ગણાય છે. પુરુષોમાં ખ્વાજા મઇનુદ્દીન ચિસ્તીની અને સ્ત્રીઓમાં સૈયદા નફસિયાની.

એ પવિત્ર સન્નારીનો જન્મ હિજરી સન ૧૩૪ માં મુસલમાનોના તીર્થ મદિના શહેરમાં થયો હતો. બાલ્યાવસ્થામાં તેમને પ્રથમ કુરાન શરીફનું શિક્ષણ આપવામાં આવ્યું, વયવૃદ્ધિની સાથે સાથે તેમની બુદ્ધિમાં પણ અલૌકિક વધારો થતો ગયો અને તેમની જ્ઞાનતૃષ્ણા પણ તીવ્ર બની. થોડા જ સમયમાં તેમણે હદીસના વિશાળ સમુદ્રનું મંથન કરવાનો આરંભ કર્યો. પ્રત્યેક હદીસનો કેવળ પાઠ કરીને તેમણે સંતોષ માન્યો નહિ પણ એકે એક હદીસને મોઢે કરી નાખ્યો. એવી અસાધારણ શક્તિ કોઇ કોઇમાંજ હોય છે.

બગદાદના ખલિફા અન જાફર મન્સુરે હિજરી સન ૧પ૦ માં સૈયદા નફસિયાના પિતા મહાત્મા હુસેનને મદિનાના સુબા નીમ્યા. એ હુસેન હજરત અલીના વંશજ હતા.

એજ વર્ષમાં પ્રસિદ્ધ ઇમામ જાફર સાદેકના પુત્ર ઈસહાક મોતમાનની સાથે ૧૬ વર્ષની વયે સૈયદા નફસિયાનું શુભ લગ્ન થયું. એમના પતિ ઉંચા કુળમાં જન્મેલા અને સારું શિક્ષણ પામેલા વિદ્વાન તથા સાધુ પુરુષ હતા. એ સૈયદાને મક્કા શરીફ લઈ ગયા.

હિજરી સન ૧૫૬ માં અરબસ્તાન દેશના રાજનૈતિક આકાશમાં કાળાં વાદળાં દેખાવા લાગ્યાં. તેના પરિણામે બગદાદના ખલીફાએ હજરત અલીના વંશજોની વિરુદ્ધ થઈ ગયા. એ ઝગડાનું છેવટનું પરિણામ બહુ ભયંકર આવ્યું. સૈયદા નફસિયાના પિતા વૃદ્ધ હસન બધી માલમિલ્કતસહિત કેદ પકડાયા.

આ પરંતુ બે વર્ષમાં હસનનું ભાગ્યચક્ર બદલાયું. હિ. સ. ૧૫૮ માં ખલીફા મન્સુરનું મૃત્યુ થતાં તેનો પુત્ર મેહદીહુસેન ગાદીએ બેઠો. ખલીફા મેહદીએ હસનને કેદખાનામાંથી મુક્ત કર્યો અને તેની