પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

साध्वी लुइसा


જે સાધ્વીઓ મસ્તક ઉપર સુવર્ણ મુકુટ અને ગળામાં રત્નોનો હા૨ ધારણ કરીને સિંહાસન ઉપર બેસવાનો અધિકાર ધરાવે છે, જેઓ રમણીય મહેલના ધનવૈભવમાં વાસ કરે છે, તેમણે તો ઈશ્વરની કરુણાનું સ્મરણ કરીને અવશ્ય ધર્મશીલા અને દયાવાન થવું જોઈએ. પરંતુ આ સંસારમાં જે કાંઈ થવું ઉચિત હોય તેજ કાંઈ સદા બનતું નથી. એટલા માટેજ ઘણાંખરાં રાજકુટુંબમાં ધર્મનું નામનિશાન નથી હોતું અને દુઃખીઓના દીર્ઘનિઃશ્વાસ રાજમહેલના અતઃપુરની પથ્થરની દિવાલોને ભેદીને રાજ્યેશ્વરીઓએના હૃદયમાં કરુણાનો સંચાર નથી કરતા.

એથી કરીને કોઇ એકાદ રાણીને આપણે દયાધર્મનું પાલન કરનારી જોઇએ છીએ ત્યારે આપણા વિસ્મયનો પાર રહેતો નથી. આપણે સ્વાભાવિક રીતે તેને દેવી ગણીએ છીએ અને તેના પ્રત્યે આપણી ભક્તિ જાગે છે.

અહીં અમે યુરોપની એવીજ એક દયાળુ રાણીની કરુણાની કહાણી વર્ણવીશું. હૃદયની મહત્તાને લીધે તેણે અસંખ્ય નરનારીઓની શ્રદ્ધા પોતાની તરફ આકર્ષી હતી. એના પુણ્યમય જીવનનો વિચાર કરતાં એમ લાગે છે કે, જાણે એ સ્વર્ગમાંથી દેવભાવ લઈને મૃત્યુલોકમાં ઉતરી હતી.

એ સાધ્વીનું નામ હતું લુઇસા. એ ઈ. સ. ૧૭૭૬ માં જર્મનીના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મ્યાં હતાં. એમની માતા અતિશય બુદ્ધિમતી હતી. છોકરાંઓને કેવી રીતે કેળવવાં એ તે સારી રીતે સમજતી હતી. લુઇસા જ્યારે નાની સરખી બાલિકા હતી ત્યારથીજ માતાએ એના નિર્મળ મુખમાં સ્વર્ગીય ભાવની ઝાંખી કરી હતી. એને ખાત્રી હતી કે, લુઇસાના શિક્ષણનો સારો બંદોબસ્ત કરવામાં આવે તો એનું સુકુમાર હૃદય ધર્મભાવથી ખીલી નીકળશે. એ ઉદ્દેશથી એ કન્યાને અનેક પ્રકારના