પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
સાધ્વી લુઇસા

વિષયોનું શિક્ષણ આપવા લાગી. જનનીની સારી કેળવણીને લીધે બાલિકા લુઇસાના જીવનપુષ્પની પાંખડીઓ ખીલવા લાગી.

પરંતુ સ્નેહમયી માતાની દેખરેખ નીચે શિક્ષણ પામવાનું બહુ થોડા દિવસને માટેજ લુઈસાના ભાગ્યમાં હતું. એની અલ્પ અવસ્થામાંજ માતા સંસાર છોડી ગઇ. હવે લુઇસાને સુશિક્ષિત કરવાનો ભાર એની દાદીએ લીધો.

લુઇસાની વય વધવા સાથે તેનું રૂપલાવણ્ય પણ વધવા લાગ્યું, તેના ઉજ્જવળ હાસ્યમાં અપૂર્વ સરળતા અને પ્રકુલ્લિત નયનોમાં સુમધુર ભાવ દેખાવા લાગ્યા. લુઈસાનું પવિત્ર હૃદય શિશિરની કોમળતાથી ઘડાયેલું હતું. દુઃખીઓના રુદનથી એના મનને ઘણી વ્યથા થતી, ભક્તિ અને કરુણા તેના અંતરને શોભાવી રહ્યાં હતાં. તરુણ વયથીજ ઈશ્વરપ્રત્યે તેના હૃદયમાં અત્યંત વિશ્વાસ અને ભરોંસો હતો. એ દરરોજ સરળ હૃદયે ભક્તિપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરતી. એ પ્રાર્થના દ્વારા તેના હૃદયમાં સ્વર્ગીય પ્રેમ ઉતરી આવ્યો હતો. એટલે કોઈને પણ મંદવાડની પથારીમાં પડેલું જોતાં એમને દયા ઉપજતી અને એનું દુઃખ દૂર કરવા સારૂ સેવા કરવા તૈયાર થતાં. એ બાબતમાં એમના બચપણની એક ઘટના આપીશું.

એક વાર લુઈસાનાં દાદી અને શિક્ષિકા તેને ઘરમાં ન જોવાથી બહુ ચિંતાતુર થયાં. પાછળથી એમને ખબર પડી કે, લુઇસા એ વખતે એક માતાપિતાહીન નિરાધાર અને દુ:ખી બાલિકાની પાસે બેસીને બાઇબલ વાંચી રહી હતી અને મીઠા સ્નેહપૂર્ણ વાક્યવડે તેને ધીરજ આપી રહી હતી.

હવે લુઈસાની તેર વર્ષની વયની એક બીજી વાતનો ઉલ્લેખ કરીશું. પોતાને મનગમતી એક વસ્તુ ખરીદવા માટે એ ધીમે ધીમે થોડા પૈસા એકઠા કરી રહ્યાં હતાં, પરંતુ એટલામાં એક દિવસ એક કંગાળ દુ:ખી વિધવા તેમની પાસે ભીખ માગવા આવી. એ ભિખારણના દુ:ખની કહાણી સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયાં, અને પોતે એકઠાં કરેલાં બધાં નાણાં એને આપી દીધાં. ત્યારપછી લુઇસાના રૂપ અને ગુણની પ્રશંસા ચારે તરફ ફેલાવા લાગી. એમની સરળતા, પવિત્રતા, દયા અને ધર્મભાવ જોઇને બધા એના પ્રત્યે શ્રદ્ધા દેખાડવા લાગ્યા. પ્રશિયાના રાજકુમાર એ ધર્મશીલા અને કરુણામયી નારીના ગુણથી આકર્ષાયા