પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
સાધ્વી એનિટા

રણક્ષેત્રની પ્રત્યેક આવશ્યકતાને પૂરી કરતી હતી. જે કાયર અને હીચકારા પુરુષો ભયભીત થઈને યુદ્ધભૂમિમાંથી પાછી પાની કરતા હતા, તેમને તિરસ્કારપૂર્ણ વાક્યેાથી શરમાવીને પાછા પોતાના સ્થાન ઉપર લડવાને મોકલતી હતી. જેની પાસે બંદુકનો દારૂ ખૂટી જતો તેની કોથાળીમાં દારૂ ભરી દેતી; જેનાં હથિયાર ચાલ્યાં જતાં તેને હથિયાર લાવી આપતી, જેનો ઘોડો મરી જતો તેને નવો ઘોડો આપવાનું કામ પણ એનું જ હતું. રણક્ષેત્રમાં એ પાતે દશભુજા દેવીની પેઠે ગેરિબાલ્ડીની અને બીજા સૈનિકોની બધી જરૂરીઆતો પૂરી કરતી હતી. એનિટાને ઘા ઉપર પાટા બાંધતાં બહુ સારું આવડતું હતું. કોઈ સૈનિકનો હાથ કે પગ કપાઈ ગયો હોય, શરીરમાંથી લેાહી નીકળી રહ્યું હોય અને એ લોહીને કોઈ બંધ કરી શકતું ન હોય, તેવે વખતે એનિટા ત્યાં પહોંચતી અને એવા મલમપટ્ટા કરતી કે લોહી વહેતું તરતજ બંધ થઈ જતું. એ મલમપટ્ટાને લીધે સૈનિક થોડા વખતમાંજ સાજો થઈ જતો. એનિટાની દૃષ્ટિ ચારે તરફ ફરતી રહેતી હતી. એનું એક દૃષ્ટાન્ત નીચે આપવામાં આવે છે. એક દિવસ તે સેન્ટામિટોરિયા રણક્ષેત્રમાં કોઈ એક ઘવાયલા સૈનિકને મલમપટ્ટો કરી રહી હતી. એજ સમયે એણે જોયું કે કેટલાક ઘોડેસ્વાર મેંટિમિરિયો સૈનિક રણક્ષેત્રને છોડીને નાસી રહ્યા હતા. તરતજ એ ઘોડેસ્વાર થઈને એમની સામે આવી અને સૈનિકોને ધિક્કાર દર્શાવીને તેમને પાછા રણભૂમિમાં આવવાને ઉત્સાહિત કર્યાં. એ લોકો પણ એનિટાના ધમકાવ્યાથી બહુ શરમીંદા થયા અને એવી રીતે લડવા લાગ્યા કે થોડી વાર સુધી તો એવું જણાયું કે વિજયલક્ષ્મી જાણે ગેરિબાલ્ડીની હથેળીમાં આવી જશે. બરાબર એજ સમયે બાદશાહના પક્ષની સેનાની એક ગોળી આવીને એનિટાની ટોપીને વિંધતી ચાલી ગઈ. એનિટા સહેજમાં બચી ગઈ; પરંતુ બીજી ગોળીથી એનો ઘોડો મરી ગયો અને આખરે તે કેદ પકડાઈ.

સૂર્ય આથમી ગયો પછી શત્રુઓએ એનિટાને એક ઓરડીમાં કેદ કરી. એનિટાની તીક્ષ્ણ દૃષ્ટિ એકાએક એ ઓરડીના એક ખૂણા ઉપર પડી. એણે જોયું કે, એ ખૂણામાં એક બ્રેઝિલવાસી સૈનિકનો પોશાક લટકાવેલો છે. સમયસૂચકતા વાપરી એણે નાસી જવાના રસ્તા તરતજ શોધી કાઢ્યા. એ પોશાક પહેરીને બ્રેઝિલવાસી સૈનિક બનીને પહેરેગીરોની આંખમાં ધૂળ નાખીને તે