પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
સાધ્વી એનિટા

ઘોડાને ચરાવી લીધો અને પછી પહાડની ટેકરીઓ તથા પહાડી નદીઓને ઓળંગીને એક ગિરિ—ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં એક નાની સરખી મઢી બાંધેલી હતી. એ મઢેલીમાં વસતા આશ્રમવાસીઓએ આદરપૂર્વક તેનું સ્વાગત કર્યું. ત્યાં એણે ઘણે દિવસે પહેલી વાર ભોજન કર્યું. ભોજન કર્યા પછી વિસામો ન ખાતાં એનિટા પાછી ઘોડેસ્વાર થઈને લેસેજ પહોંચી અને સ્વામીનાં દર્શન કર્યાં. આટલા અરસામાં એ બન્નેના ઉપર એટલી આફતો આવી હતી કે આ જીંદગીમાં તે બંનેના મેળાપની જરા પણ આશા નહોતી. એ આઠ દિવસો એમને માટે આઠ યુગ સમાન વીત્યા હતા. આ પ્રકારે નિરાશા તથા આશંકાના સમયમાં અકસ્માત બન્નેનો મેળાપ થતાં તેમનાં હૃદય આનંદથી પરિપૂર્ણ થઇ ગયાં, એ સમયના એમના આંતરિક ભાવોનું વર્ણન થઈ શકે એમ નથી.

એ મેળાપ થયા પછી એનિટા ગેરિબાલ્ડીની સાથે લેજેન્સ સેન્ટથી સાઈમન ગઈ. ત્યાં આગળ માંદી પડવાથી એનિટાને થોડાક દિવસ રોકાઈ જવું પડ્યું, અને ગેરિબાલ્ડીને એકલાજ યુદ્ધક્ષેત્રમાં જવું પડ્યું. એ સમયમાં ઇ. સ. ૧૮૪૦ની ૧૬ મી ડિસેમ્બરે એનિટાએ પોતાના પ્રથમ પુત્ર મિનોતીને જન્મ આપ્યો. પ્રસવના થોડાજ દિવસો બાદ એનિટા ત્યાંના રહેવાસીઓનો વિરોધ જોઈને પોતાના દશ દિવસના બાળકને લઈને ત્યાંથી ચાલી નીકળી. ઘોડા ઉપર બાળકને પોતાની સામે જીનની ઉપર સૂવાડીને જમણા હાથથી બાળકને ૫કડીને અને ડાબા હાથમાં લગામ ધારણ કરીને એ બીજા સ્થાનની શોધમાં ચાલી !

બ્રેઝિલની આંધી પ્રસિદ્ધ છે. પ્રવાસમાં નીકળ્યા પછી બીજેજ દિવસે એનિટાને મહાવિકટ આંધીની સામે થવું પડ્યું. એક તરફથી પવન જોરમાં ફૂંકાતો હતો. બીજી તરફ મૂસળધાર વરસાદ વરસી રહ્યો હતો, જાણે કે બન્નેમાં હરિફાઈ થઇ રહી હતી કે કોણ કોને હરાવે છે ! રક્ષણનો બીજો કાંઇ ઉપાય નહિ હોવાથી એનિટા ઘોડા ઉપરથી ઉતરી પડી અને પાસેના એક ઘોર અરણ્યમાં જઇ એક ઝાડ સાથે ઘોડો બાંધીને પેાતાના કોમળ બાળકને છાતી સરસો ચાંપીને એક મોટા વૃક્ષની નીચે ઉભી રહી. ત્યારપછી આંધી અને વરસાદ બંધ પડી જતાં એ પહેલાંની પેઠે ઘેાડા ઉપર બાળકને સૂવાડીને આગળ ચાલી. પાણીને લીધે પગ લપસી જતો