પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

परिशिष्ट


१ – केरोलीन हर्शेल


સ્ત્રીઓના શિક્ષણ સંબંધી આજ જે સ્થિતિ આપણા દેશમાં છે તેવી અથવા તેથી પણ જરા વધારે ખરાબ સ્થિતિ શુમારે સો દોઢસો વર્ષ પહેલાં યુરોપમાં –તેમાં વિશેષે કરીને જર્મનીમાં હતી. લખતાં વાંચતાં આવડવું એ પુરુષોને માટે ઠીક છે, પરંતુ સ્ત્રીઓને તેની જરાએ જરૂર નથી, એવું સાધારણ રીતે તે સમયે ત્યાં મનાતું હતું. તેથી આવા સમયમાં થઈ ગયેલી એકાદી સ્ત્રી અનેક અડચણો અને સંકટો સહન કરીને વિદ્વત્તા મેળવે અને પોતાનું નામ ખગેાળશાસ્ત્રના જ્ઞાનસંબધી ઇતિહાસમાં અજરામર કરે એના જેવી પ્રશંસનીય બીના બીજી કયી હોઈ શકે ? કેરોલીન હર્શેલ એક આવી સ્ત્રી હતી તેથી તેનું ચરિત્ર પણ વાંચનારાંઓને આનંદ અને બોધદાયક થાય એવા હેતુથી અહીં આપીએ છીએ.

જર્મનીના હેનોવર ગામમાં કેરોલીન હર્શેલ સન ૧૭૫૦ ના માર્ચમાં જન્મી હતી. એનો બાપ તે ગામમાં ગવૈયાનો અને વાદ્ય બનાવવાનો ધંધો કરતો હતો. એ ધંધામાં એણે સારૂ નામ કાઢ્યું હતું. એને બે છોકરીઓ અને બે છોકરાઓ હતા. સૌમાં મોટો છોકરો જેકબ ગમે તેમ દહાડા કાઢતો હતો. એનાથી નાની દીકરી હતી તેનું લગ્ન થયું હતું અને તેથી તે પોતાના પતિને ઘેર રહેતી હતી. એનાથી નાનો છોકરો વિલિયમ, એજ આગળ જતાં સ૨ વિલિયમ હર્શેલને નામે જગપ્રસિદ્ધ થયો. એનાથી નાની આ ચરિત્રની નાયિકા કેરોલીન હર્શેલ હતી. મોટી બહેનનું લગ્ન થયા પછી ઘરમાં છોકરીમાં ફક્ત કેરોલીનજ રહી, તેથી માતાને ઘરનાં બધાં કામકાજમાં મદદ કરનારી એ એકલીજ હતી. બાપ થોડો ઘણો સુધરેલા વિચારનો હતો તેથી તેને એમ લાગતું કે, કેરોલીનને