પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
પરિશિષ્ટ

માંડ્યું; પણ હજી બીજા છવીસ વર્ષ તેને જીવવાનું હતું. ઇંગ્લઁડથી ગયા પછી તે ફરીને કદી ત્યાં પાછી આવી નહિ. પેાતાની ભોજાઈ અને ભત્રીજાને માત્ર કાગળો લખતી. તે કાગળો બધા ખગોળવિદ્યા સંબંધી હતા. વિલિયમ હર્શેલનો છોકરો સર જોન હર્શેલ, બાપ અને ફોઈની પેઠે જ અત્યંત અથવા તેમના કરતાં કાંઈક અંશે વધારે બુદ્ધિમાન નીકળ્યો હતો. ૧૮૩ર ની સાલમાં એટલે તેના ૭૨ મા વર્ષે પોતાના ભત્રીજો કેપ ઑફ ગુડ હોપમાં અવલોકન કરવા ગચો, એમ તેણે સાંભળ્યું તે સાથેજ તેને પરમાનંદ થયો; અને પોતે પણ ગઈ હોત તો સારું એમ તેને લાગવા માંડ્યું.

ભાઈ ગુજરી ગયા પછીજ કેરોલીન હર્શેલનો સૌથી વધારે શ્રમવાળો અને અત્યંત ઉપચાગી એવો એક ગ્રંથ બહાર પડ્યો. "હર્શેલે અવલોકન કરેલાં સર્વ નક્ષત્રો અને ધૂમકેતુઓનું વર્ગી- કરણ” એ તે ગ્રંથનું નામ હતું. આ ગ્રંથને લીધે તેની કીર્તિ વધારે પ્રસરી, અને રાજ્યખગોળશાસ્ત્રીઓનાં મંડળે સન ૧૮૨૮ ની સાલમાં તેને સોનાનો ચાંદ આપીને તેને બહુ માન આપ્યું.

પેાતાના મૂળ ગામમાં પાછી આવ્યા પછી તે અતિશય કરકસરથી રહેતી હતી. વિલિયમે મરતી વખતે તેને દર સાલ ૧૦૦ પૌંડ મળે એવી વ્યવસ્થા કરી હતી, પરંતુ એક સાલ પણ તેણે તે પૈસા મંગાવ્યા નહોતા. તે ૯૮ વર્ષની થઈ ત્યાંસુધી પોતાની જાતકમાઈથીજ તેણે પોતાનો ઉદરનિર્વાહ કર્યો. તે કહેતી કે, મારા જેવીએ વર્ષે ૫૦ પૌંડ કરતાં વધારે ખર્ચ કરવો એ કેવળ મૂર્ખાઈ ભરેલું છે.

મરણ પછી પોતાની ઉત્તરક્રિયા માટે શું ખર્ચ કરવો અને શું વ્યવસ્થા કરવી તે વિષે પણ તેણે બધું લખી રાખ્યું હતું. તેની મતલબ એ હતી કે,પૈસો અને વખત એ બંનેનો ખર્ચ કરવા માટે પોતાના ભત્રીજા ઉપર જરાયે બોજો પડે નહિ. તેણે આવીને માત્ર ભૂમિદા દેવો અને તે કરવામાંજ જે વખત જાય તેજ. છેક છેલ્લી ઘડીએ મરતાં મરતાં પોતાની આખરની ઘડીની ઈચ્છા દર્શાવતાં તેણે કહ્યું કે "મારા ભાઈ વિલિયમના વાળની એક લટ મેં સંભાળીને રાખી છે તે મારા શબ ઉપર મૂકજો, અને પછી શબને પેટીમાં મૂકીને પૂરજો.” કેરોલીન હર્શેલમાં રહેલી બંધુપ્રીતિ અને વિદ્યાશક્તિ ઘણીજ થોડી જગ્યાએ માલમ પડે છે. એ જેટલી