પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
કેરોલીન હર્શેલ

વિદ્યાસંપન્ન હતી તેટલીજ અથવા તેથી પણ વધારે વિનયવતી હતી. પોતાના હાથથી ખગોળવિદ્યાને લગતી શેાધો કરવાથી જે કાંઇ થોડીઘણી લોકસેવા થઈ, તે બધી પોતાના ભાઈને લીધેજ થઈ અને તે બધાનો યશ વિલિયમને હતો, એમ તે રોજ કહેતી. ભાઇનાં વખાણ ન કરતાં તેની એકલીનાંજ વખાણ કરેલાં જો તે સાંભળતી તો તેને ઘણો ગુસ્સો લાગતો. એ કહેતી કે, હું તો માત્ર મારા ભાઈના હાથમાં એક હથિયારરૂપ હતી, તેને ધાર કાઢવાનો શ્રમ તેણે લીધો તેથીજ મારાથી આટલું કામ થયું. તેણે એક ઠેકાણે લખ્યું છે કે “વિલિયમની ઈચ્છાથીજ હું આકાશનું અવલોકન કરતી. હું એટલે કાંઈ નહિ અને મેં કર્યું એમ પણ નહિ. જે કાંઈ હુ છુ, જે કાંઇ મને આવડે છે તે બધાનો યશ મારા ભાઈને ઘટે છે. હું એટલે માત્ર એક ઘાટઘટ વિનાનું હથિયાર. તેને આકાર આપીને તેણે તેનો ઉપચાગ કર્યો. એકાદા જાતવાન કુતરાને સારું શીખવ્યું હોત તો તેણે પણ મારા જેટલું કામ કર્યું હોત.”

પરંતુ શાસ્ત્રજ્ઞ લોકોએ અને શાસ્ત્રીય પરિષદોએ તેના આ અત્યંત વિનયપૂર્ણ લખાણમાં સત્યતા છે એમ માન્યું નહિ. ઈ. સ. ૧૮૨૮ ની સાલમાં રાજયખગોળશાસ્ત્રીઓના મંડળે તેને સોનાનો ચાંદ અને માનપત્ર આપ્યું. એ પરિષદના અધ્યક્ષ સાઉથ સાહેબે તે વખતે કહ્યું કે " પોતાના ભાઈની શેાધોને પ્રમાણથી સિદ્ધ કરનારી તે એજ, તે શેાધોનું પદ્ધતિવાર વર્ગીકરણ કરનારી પણ તેજ; અને સર વિલિયમ હર્શેલનું નામ અજરામર કરનાર પણ તેજ હતી; પરંતુ એટલાજ માટે આ પરિષદે તેને પેાતાની કૃતજ્ઞતા દેખાડી એમ નથી. એ કૃતજ્ઞતા દેખાડવાનાં બીજા’ પણ કારણો છે. તે જાતે સ્વતંત્ર મહાન શેાધક હતી. તેને માટે પણ આપણે બધાંએ ખુલ્લા દિલથી તેને અભિનંદન આપવું જોઈએ.” આટલું બોલીને તેણે સ્વતંત્રપણે કરેલી બધી શોધોનો ઉલ્લેખ કર્યો, અને છેલ્લે આ ભાઇબહેનસબંધી તે બોલ્યો કે “આ અલૌકિક ભાઈબહેનના એકંદર શ્રમ તરફ જોતાં ભાઈની વિશાળ બુદ્ધિ માટે આશ્ચર્ય પામવું કે બહેનના અથાગ ઉદ્યોગ માટે ચકિત થવું એ કાંઈ સૂઝતું નથી.”

હિંદુસ્તાનના પ્રસિદ્ધ હિતચિંતક હેન્રી ફૉસેટનાં વિદુષી પત્નીએ કેરોલીન હર્શેલ માટે લખેલા ઉદ્ગાર વાંચવાલાયક છે. મિસિસ ફૉસેટ કહે છે કે “અત્યંત તીક્ષ્ણ ધાર કાઢેલાં હથિયારનાં