પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
પરિશિષ્ટ

અથવા પુષ્કળ શીખવેલા જાતવાન કૂતરાનાં કદી પણ કોઈએ આવાં વખાણ કર્યાં હોત શું ? કેરોલીને અત્યંત વિનયને લીધે તથા પોતાના ભાઈની કીર્તિ વધારવાની સબળ ઇચ્છાને લીધે જે કાંઇ લખ્યું છે તે સર્વ અક્ષરશઃ ખરું માનવું જોઈતું નથી. પરંતુ એટલી વાત કબૂલ કરવી જ જોઈએ કે, ઘણે ભાગે તેના ભાઈએ આપેલા વલણને લીધે જ તેનું નામ પ્રખ્યાત થયું. જન્મથીજ તેની ગ્રાહકશક્તિ ઘણી વિશાળ હોવાથી ભાઈ શીખવે તે સમજી લેવાની તેની તૈયારીજ રહેતી. તે માત્ર એક હથિયારજ હતી એમ કાંઈ નહોતું. પરંતુ તેનું મન એકાદા ઉત્તમ વાદ્ય જેવું હતું. તે વાદ્યમાંથી એકાદો સાદો અથવા અતિશય કઠણ રાગ ઉત્પન્ન કરવો એ કેવળ વિલિયમની મરજી ઉપર હતું. એના કહેવાથી પ્રથમ તે સંગીતમાં અત્યંત કુશળ થઇ અને એનાજ શિક્ષણથી તે ખગોળવેત્તા પણ થઈ. તેની બુદ્ધિનું વિશાળપણું અને મનની હોંશ એટલાં વિલક્ષણ હતાં કે જો એણે કહ્યું હોત તો વળી કોઈ બીજા ગમે તે શાસ્ત્રમાં અથવા કળામાં મન પરોવીને તેણે નામ મેળવ્યું હોત.” કેરોલીન જેવાં ‘બુઠ્ઠાં પણ ધાર કાઢીને તીક્ષ્ણ કરવા યોગ્ય’ કેટલાંયે હથિયારો આપણા સમાજની સ્ત્રીઓમાં હશે, પણ તેમની ધાર કાઢવાનું ધૈર્ય તેમના ભાઈ–બાપમાં આવે ત્યારે ખરૂં !

(“બુદ્ધિપ્રકાશ”ના સને ૧૯૦૭ ના સપ્ટેમ્બર-ઓકટોબરના અંકોમાં મરાઠીપરથી લખનાર મણિબહેન દોલતરામ)