પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

२ — साध्वी बहेन दोरा


૧ – બાલ્યાવસ્થા (૧૮૩૨ – ૧૮૫૨)

દોરા વિંડલો પાટીસનનો જન્મ ઈંગ્લઁડના યોર્કશાયર પ્રગણાના હક્ષોયેલ ગામમાં ઈ. સ. ૧૮૩૨ ના જાન્યુઆરી માસની ૧૪મી તારીખે થયો હતો. તેના પિતાનું નામ માર્ક પાટિસન હતું, જે ઘણા કાળસુધી હક્ષોયેલ ગામમાં પાદરીનું કામ કરતો હતો. તેનાં દશ છોકરી ને બે છોકરામાંથી દોરા દશમું ફરજંદ હોઇ પોતાની માતાની પેઠે ઘણી ખૂબસુરત તથા પિતાની પેઠે મજબૂત બાંધાની હતી.

હક્ષોયેલ ગામ ઘણું નાનું અને નાના સરખા પર્વતની પાસે હતું. પર્વતની એક બાજુએ પાણીનું નાળું અને પાણીવાળી જમીન હતાં. એ ગામમાં બસો ત્રણસો માણસો રહેતાં હતાં. માર્ક પાટિસનનું ઘર એક નાના સ્વરછ આશ્રમના જેવું હતું. ઘરથી દેવળ અર્ધો કોશ દૂર હતું. તે જગ્યા ચારે બાજુએથી ઝાડપાનથી ઘેરાયલી હતી. એ ઠેકાણે નગરની ગરબડ નહોતી. ચારે બાજુએ શાંતિ હતી. વરસાદથી નાળાં ભરાઈ જઇ પર્વતમાંથી ચારે બાજુએ પાણીના મોટા ધોધ વહેતા ત્યારે દેખાવ ઘણો ગંભીર અને ભયંકર થઈ રહેતા. આવી ગંભીર જગ્યામાં દોરા ઉછરેલી હોવાથી તેનામાં બાળપણથીજ ગંભીરતાનો સંચાર થયો હતો.

દોરા બચપણમાં ઘણી માંદી રહેતી. તેની માટી બહેનોએ બહુ ખંતથી તેની સેવાચાકરી ન કરી હોત તો તે ઉછરવા પામતજ નહિ. દોરાને તેનાં ભાઈબહેન પ્રાણથી પણ અધિક ચાહતાં. ઘણું કરીને મંદવાડમાં માણસ ક્રોધી અને ચીઢિયા સ્વભાવવાળું થઈ જઇ સહેજ પણ કસુર થતાં તેનો મીજાજ ઠેકાણે રહેતો નથી, પરંતુ દોરાની બાબતમાં આથી ઉલટુંજ હતું. વારંવાર મંદવાડના સપાટામાં આવવાથી એ શાંત અને સહનશીલ બની હતી. જાણે ભવિષ્યમાં સહનશીલતા માટેની કઠણ પરીક્ષા આપવા તૈયાર કરવાનેજ ઈશ્વરે કૃપા કરી તેને મંદવાડ મોકલ્યો હોયની ! દોરા આવી સહનશીલ