પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
પરિશિષ્ટ

હોવા છતાં બાળપણમાં તે ઘણી જ મસ્તીખોર હતી. તેનું શરીર સારૂં રહેતું ન હોવાથી તેનાં માબાપ રીતસર અભ્યાસ કરવા દેતાં નહોતાં, છતાં એની બુદ્ધિ એવી તો વિચક્ષણ હતી કે કોઈ વિષય સાંભળે કે તરત તે શીખી જતી હતી. નિયમિત કેળવણી નહિ મળવા છતાં પણ દરરોજના બનાવો ઉપરથી તે ઘણું શીખી શકતી.

દોરા બાળપણથીજ સર્વ વિષયનું તત્ત્વ શોધતાં શીખી હતી. જે જે જોતી અથવા સાંભળતી તે સર્વનું તે કારણ શોધતી અને જ્ઞાન મેળવી હૃદયમાં ભરી રાખતી. ગમે તેવો સારો કે નરસો વિષય હોય પણ તેનું કારણ જાણી તે વિષે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવાની તેને ટેવ હતી. કોઈ ને કોઈ વિષયમાં તેનું મન લાગેલુંજ રહેતું. તેની પ્રકૃતિ કોમળ છતાં તેનું મન ઘણું દૃઢ હતું. આપણે જોઈએ છીએ કે, નાના બાળકને કોઈ બાબતમાં હરકત પડે કે તરત તે રોઈ પડે છે. પરંતુ દોરાને અડચણ આવે તો તે રોતી નહોતી, પણ તેમાં ફતેહ મેળવવા મનમાં ને મનમાં વધારે દૃઢ પ્રતિજ્ઞા લેતી. એક રવિવારે તેની માતાએ તેને અને તેની બહેનને ગમતી ટોપી નહિ પહેરાવતાં દેવળમાં લઈ જવાની હઠ કરી. પસંદ પડતી ટોપી નહિ મળ્યાથી બેઉ બહેનોએ ઘણો અસંતોષ જણાવ્યો અને કહ્યું કે, આ ટોપી પહેરી અમે આવવાનાં નથી; છતાં કેાઇ રીતે માતાની આજ્ઞા ઉથાપી ન શકાવાથી લાચારીથી તે ટોપી પહેરવી પડી. આગળ જણાવ્યા પ્રમાણે જોકે દોરા સવભાવે શાંત હતી તો પણ બાળકનાં સ્વાભાવિક મસ્તીતોફાન તો તેનામાં હતાંજ. આથી કોઇ કોઇ વાર તે એવી હઠે ચઢતી કે ધારેલું કામ સિદ્ધ કરવા સર્વદા ઉપાય શેાધતીજ ફરતી. તે મુજબ તે માતાને કાયર કરવાની યુક્તિ શેાધ્યાં કરતી હતી. એક દહાડો પુષ્કળ વરસાદ પડતો હતો અને દોરાની મા ઘરમાં નહોતી. એ લાગ જોઈ દોરા એકદમ પોતાની બહેન પાસે દોડી જઈ બોલી ‘‘ચાલ બહેન ! આજે આપણે પેલી ટોપીઓ બગાડી દઈએ કે ફરી મા બળાત્કારે એવી ટોપી પહેરાવે નહિ.” બેઉ જણાં આમ મસલત કરી માથે ટોપી પહેરી બારીમાંથી ડોકિયું કરી બહાર વરસાદમાં જોવા લાગ્યાં. સારી પેઠે ટોપી ભીંજાઈ ગઈ કે તેમને પાછી પેટીમાં મૂકી દીધી. પરંતુ તેમની મા પણ કાંઈ કાચી નહોતી. તેના જાણવામાં આવ્યું ત્યારે એક રવિવાર તો શું પણ ત્યારપછીના ઘણા રવિવાર સુધી બેઉને એ સડેલી ટોપીએાજ પહેરાવી દેવળમાં લઈ જતી. દોરાનું શરીર