પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
સાધ્વી બહેન દોરા

સારું રહેતું ન હોવાથી સૌ તેનાપર માયા રાખતાં, પણ તેથી તેની મા નકામાં લાડ લડાવી દીકરીના ભવ બગાડવા માગતી નહોતી. દોરાની ૧૪ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી રોગીઓની સેવા તરફ્ પાટિસનની કન્યાઓનું ધ્યાન ખેંચાયું નહોતું, છતાં તેમની વૃત્તિ એક સુંદર કામમાં દોરાઈ હતી. દરિદ્રોને માટે તેઓના કોમળ અંત:કરણમાં પીડા થતી. સૌ કન્યાઓમાંથી ઘણુ કરીને બે બહેનો એકઠી થઈ કાંઈ ને કાંઈ ખાવાનું ટોપલી માં ભરીને ગામના ગરીએને ઘેર આપી આવતી. પાટિસનનું કુટુંબ ઘણા કાળથી પરોપકાર માટે પ્રખ્યાત હતું. પાટિસનની દીકરીએામાં પણ વત્તાઓછા પ્રમાણમાં આ સદ્‌ગુણ આવ્યો હતો. તેઓ દયાળુ હતી એટલુંજ નહિ પણ ધનવાન કે ગરીબ જે કોઈ એમને ત્યાં જતો તેને પ્રેમથી પોતાની સાથે ખવરાવી પીવરાવી સંતોષ આપતી. એમના ઘરમાં સુખની કે સુખની વસ્તુની ખોટ નહોતી. દોરા અને તેનાં ભાઈબહેન સર્વદા ગરીબોને પૈસા આપતાં. પોતે જૂનાં ફાટેલાં વસ્ત્રથી ચલાવી લઈ નવાં વેચાતાં લેવામાં જે પૈસા બચે તેમાંથી ગરીબોને જોઈતી ચીજ લાવી આપતાં. દુ:ખીને માટે તેમનાં અંતઃકરણ એટલાં તો પીડા પામતાં કે ભૂખ્યાને પોતાના મોંમાંનો કોળીઓ આપીને પોતે અનાહારે રહેવામાં તેમને ઘણોજ આનંદ થતો. અહા ! પરમાત્માએ માનવહૃદયમાં જે પ્રેમીબીજ વાવ્યું છે તે અતિ અલૌકિક છે.

હક્ષોયેલ દેવળમાં ગાવાનો ભાર દોરાએ લીધો હતો અને પોતાના મધુર સૂરથી ધર્મગીત ગાઈને તે સૌને આનંદ આપતી.

દોરાનું શરીર ધીમે ધીમે બળવાન થવા માંડયું ત્યારે તેણે ઘોડે બેસવાનો આરંભ કર્યો. રફતે રફતે તે એક બહાદુર ઘોડેસ્વાર થઈ પડી. હવે તે સ્વચ્છ હવામાં તથા ખુલ્લા મેદાનમાં જઈ ફરવા લાગી, શરીરની સુખાકારીને માફક આવે એવી કેટલીક કસરત કરવા લાગી અને થોડા જ વખતમાં તેનું શરીર બળવાન થયું.

દોરા હવે ગમે તે વિષય લઈને લોકોને હસાવવામાં શક્તિમાન થતી. તેના એક મિત્રે તે વેળાની હાલતને યાદ કરી કહ્યું છે કે, દોરાનુ હસવું જાણે હજી પણ મારા કાનમાં સંભળાય છે. પરંતુ આ સર્વની સાથે હવે તેને ભવિષ્યના જીવનનો વિચાર કરવાનો પ્રારંભ થયો. "હવે મારે સંસારમાં ક્યે રસ્તે ચાલવું ?” આ વિચાર દોરાના મનને મુંઝાવવા લાગ્યો. હવે જુવાનીની સાથે દોરાનું શરીર