પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
પરિશિષ્ટ

સાંભળી છેાકરાંની સાથે આનંદથી તાળીઓ પાડતી અને કેાઈ વાર સુંદર ફૂલ જોઈ ઘેલીની પેઠે તેના તરફ દોડતી. ટુંકામાં ક્ષુદ્ર અને સામાન્ય વિષયમાં પણ તેનું હૃદય બાળક સાથે આનંદમાં ભાગ લેતું. નિશાળમાં દોરા બાળકોની શિક્ષક હતી, ઘરમાં સાથે રમનાર સખી હતી, અને રોગી અવસ્થામાં તેઓની દાસી હતી. દોરાની આવી યોગ્યતા જોઈને છોકરાંનાં માબાપ પણ તેને બહુજ ચાહતાં. દોરા પણ તેમની સાથે સદ્‌ભાવ રાખતી. .

દોરા પોતાની ઝુંપડીમાં એકલીજ રહેતી અને ચાકરનું કામ પણ હાથેજ કરતી. તેની આવી રહેણીકરણી જોઈ લોકો અજાયબ થતા. ઉલ્સ્ટનના ગરીબ રહેવાસીઓ તેને રાજકન્યા સમજતા. પડોશમાં એક બહુજ ભલો પુરુષ અને તેની સ્ત્રી રહેતાં હતાં. દોરાનાં રૂડાં આચરણથી તેના ઉપર તેઓ પુત્રીતુલ્ય પ્રેમ રાખતાં. તેમની પાસે કાંઈક દોલત હતી, પરંતુ પેટે પરિવાર ન હોવાથી પોતાની વારસ દોરાને કરવાની તેમની ઈચ્છા હતી. દોરા ઉલ્સ્ટનમાંથી ગયા પછી પણ દરવર્ષે આ ભલો પુરુષ તેને સો રૂપિયા મોકલતો અને લખતો કે “બહેન ! તમે આને દાનસ્વરૂપ નહિ ગણતાં ઈચ્છા પ્રમાણે ખર્ચ કરજો.” પરંતુ દોરા તેને રીતસર દાનતરીકે સ્વીકારી ગરીબોને મદદ કરવામાં ખર્ચી નાખતી. પેાતાની પેદાશમાંથી પણ ચાર આનાથી વધારે પૈસા પોતાને માટે નહિ ખર્ચતાં ગરીબોને આપી દેતી. દીન દુઃખીઓ માટે વધારે મહેનત કરવાથી દોરાનું શરીર પાછું ખરાબ થઈ ગયું. છતાં પણ પરોપકારમાં હજી પાતાનાં તનમન વધારે સારી રીતે વાપરી નહિ શકવાથી તેનું ચિત્ત સર્વદા અપ્રસન્ન રહેતું. વળી ભગિનીસંપ્રદાયનું વ્રત ગ્રહણ કરવાના વિચારમાં પણ તેનું મન ગુંચવાયેલું રહેતું.

દોરાનું શરીર વધારે બગડવા માંડયું; છતાં પણ તે કામ કરતી અટકી નહિ. આવી હાલતમાં પણ તે દિવસે સ્કૂલમાં ભણાવતી અને રાત્રે રોગીઓને ઘેર જઈ જાગરણ કરતિ, ઉલ્સ્ટનનો પાદરી પણ તેને આવા રૂડા કામમાં ઉત્સાહ આપ્યા કરતો. આથી તેણે વળી પાદરીનાં વચનોથી ઉત્તેજિત થઈને તંદુરસ્તીની દરકાર રાખવાનું છેકજ છોડી દીધું. આખરે વાત એટલે સુધી વધી કે દોરા બિછાનાપરથી ઉઠી ન શકે એવી અવસ્થામાં આવી પડી. શરીર એકદમ અશક્ત થઈ ગયું. ડોકટરે આવીને કહ્યું કે “રોગ ઘણો કઠણ છે. શરીરમાં સહેજ શક્તિ આવે એટલે થોડો વખત હવાફેર માટે બીજે