પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
સાધ્વી બહેન દોરા

આવા મજૂરોને મદદ કરવા આ આશ્રમનો કારભાર ભગિનીસંપ્રદાયને સોંપવામાં આવ્યેા હતો અને તેથીજ ભગિની દોરાને ઈ. સ. ૧૮૬૫ ની શરૂઆતમાં, આ સંપ્રદાય તરફથી વાલ્સલમાં મોકલવામાં આવી.

પહેલવહેલાં એ આશ્ચમ બંધાયો ત્યારે ચાર રોગીને રહેવાલાયક બંદોબસ્ત કરવામાં આવ્યો, પરંતુ રોગીની સંખ્યા ધીરે ધીરે એટલી બધી વધવા લાગી કે એક વર્ષ પૂરું થતાંમાં ૧૪ રોગીને રહેવાલાયક બંદેબસ્ત કરવો પડયો. ભગિની મેરી નામની એક સ્ત્રી વિશેષ પરિશ્રમથી આ આશ્રમમાટે કામ કરવા લાગી. કેટલાક દિવસ પછી તે માંદી પડી તેથી તેને બીજી જગ્યાએ મોકલવામાં આવી અને તેની જગ્યાએ બીજી ભગિની આવી. આ વખતે ભગિની દોરાને અર્મસ્બી આશ્રમથી અહીં મોકલવામાં આવી. અહીં આવ્યા પછી દેારાને શીતળા નીકળ્યા, જેથી તેને એક ઓરડામાં અલગ રાખી. દોરાને આમ અલગ ઓરડામાં રાખવાથી થોડી આપદા પડી. પ્રોટેસ્ટંટ ધર્મસંપ્રદાયમાં ગપ ઉડી કે, એ ઓરડામાં તેણે મેરી માતાની મૂર્તિ રાખી છે. આથી અભણ અને ભણેલા પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓ ઘણાજ ગુસ્સે થઈ ગયા. હોસ્પિટલની બારીમાં લેાકો ઇંટો ને પથરા ફેંકવા લાગ્યા, આશ્રમમાં રહેનારા માણસોપર બીજા ઘણા જુલમો થવા માંડયા, પણ એટલામાં ભગિની દોરા રોગથી મુક્ત થઇ, જેથી સર્વ આપદાની શાંતિ થઇ.

આ જગતમાં દેવ અને અસુરનો સંગ્રામ સર્વંત્ર ચાલતો હોય છે. આવા પરમાર્થના કામપ્રત્યે પણ કેટલાક નરાધમ ધિક્કાર બતાવવા લાગ્યા. પરંતુ સાધુજનોની સહાયમાં ભગવાન પોતેજ હોય છે. વખત જતાં ભગિની દોરાના સરળ અને માયાળું આચરણથી શત્રુ પણ મિત્ર થયા અને દુષ્ટ માણસો પણ તેને ચાહવા લાગ્યા. એક વેળા વાલ્સલના મજુરોએ ચીઢાઈને સારા માણસોપર જુલમ કરવાનો આરંભ કર્યો. એ ગડબડમાં એક દિવસ સાંજે દોરા એકલી રસ્તે ચાલી જતી હતી. તેના પર તાકીને એક બાળકે પથ્થર ફેંક્યો. પથ્થરથી દોરાનું કપાળ ફૂટ્યું. આ બનાવને કેટલાક દિવસ વીત્યા પછી તેજ બાળક કોલસાની ખાણમાં કામ કરતો હતો તેવામાં ભયંકર જખમ થવાથી તેને હોસ્પિટલનો આશ્રય લેવો પડયો. બાળક હોરિપટલમાં આવતાંજ દોરાએ તેને ઓળખ્યો, પણ તે વેળા કાંઈ નહિ બોલતાં બીજા રોગીના કરતાં તેની ચાકરી