પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
પરિશિષ્ટ

વધારે યત્નથી તથા પ્રેમથી કરવા લાગી. ધીરે ધીરે જખમ રૂઝાવા માંડ્યો. એક દિવસ રાત્રે તે બાળક છાનોમાનો રડતો જણાયો. દોરાએ ધીરે ધીરે તેના માથા પર હાથ ફેરવવા માંડ્યો કે તરતજ તે રોતો રોતો બોલી ઉઠ્યો “ભગિનિ ! મેં જ આપના ઉપર પથ્થર ફેંક્યો હતો.” તે સાંભળી દોરા બોલી “તું શું એમ ધારતો હતો કે હું તને ઓળખતી જ નથી ? તને અહીં આવતાંજ મેં ઓળખ્યો હતો.” આ સાંભળી તે ઘણોજ અજાયબ થયો. તેણે ખરાબ આચરણ કરેલું જાણ્યા છતાં આટલા યત્ન અને સ્નેહ સાથે તે પોતાની સેવા કરે એ વિચાર એને સ્વપ્નામાં પણ આવ્યો નહોતો. તેથી દેરાએ અપકારને બદલે આટલો બધો ઉપકાર કરેલો જોઇ તે ઘણો ઓશિયાળો થઇ વધારે પ્રેમ બતાવવા લાગ્યો.

એ પછી દોરાને ભગિનીસંપ્રદાયના મુખ્ય સ્થાન રેડકારની પાસે કેઝાથામાં આવવાનો હુકમ થયો. આ વેળા દોરાની ઉંમર ૩૩ વર્ષની હતી. પરંતુ અનેક અનુભવો પછી તેનો સ્વભાવ હવે એવો થઈ ગયો હતો કે બીજી ભગિનીઓ જેવું શિષ્ટ અને શાંત રહેવું તેને માટે ઘણું અસંભવિત લાગતું. એક દિવસ ભગિની આશ્રમની સામે એક મોટું ખચ્ચર લાવવામાં આવ્યું હતું. એ ખચ્ચર દેખાવમાં એવું સુંદર હતું કે જોતાંજ ઉપર બેસવાની ઈચ્છા થાય. પરંતુ તે એવું તો હરામી હતું કે બેસનારને પીઠ-પરથી પાડ્યા વિના રહેતું નહિ. દોરા ઘણી હિંમતવાળી હતી. પેલું ખચ્ચર જોઇને તેના પર સવારી કરવાની તેને ઘણી ઈચ્છા થતાં ભગિનીનાજ પોશાકમાં દોડી જઈને તે ખચ્ચરની પીઠ પર સવાર થઈ. ખચ્ચરે ફૂદકા પર ફૂદકા મારી છેવટે દોરાને ફેંકી દીધી. દોરાને ઘણું વાગ્યું. દોરાની આ હિંમત જોઈ સૌ અજાયબ થયા.

આ બનાવ પછી થોડા દિવસમાં એક પ્રતિષ્ઠિત માણસે એક ગાંડી વૃદ્ધા સ્ત્રીની સેવા માટે એક ભગિનીને પોતાને ઘેર મોકલવા ભગિનીસંપ્રદાયના ઉપરિને લખ્યું. પહેલાં તેની આગળ જે જે ભગિનીને મોકલેલી તેમાંની એકેને તેણે પસંદ કરી નહિ. આખરે તે પોતે આશ્રમમાં આવ્યા. આશ્રમમાં ભગિનીઓ જ્યાં પોતાનું કામ કરતી હતી ત્યાં તે ગયો તો દોરાને ઘણા ઉત્સાહથી રસોઈ કરતી જોઈ. બધી ભગિનીઓમાંથી તેણે દોરાનેજ લાયક જાણી મોકલવા કહ્યું. આથી દોરાને તેની સાથે મોકલવામાં આવી.

એ રોગીનુ ઘર ભગિની આશ્રમની પાસે હતું. દોરા રાત્રે