પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
પરિશિષ્ટ

અડધી રાત થઈ હતી; છતાં પણ દોરા માતાની પેઠે રોગીની પાસે બેસી રહી હતી. આ વખતે તેના શરીરમાં પ્રાણ નહોતો, છતાં વગરદીવે રોગી જીવતો છે કે મરેલો છે તે તેના જાણવામાં આવ્યું નહતું; તેથી સવાર સુધી તે જડ શરીર પાસે બેસી રહી હતી. સવારે જ્યારે જાણ્યું કે, રોગી મરી ગયો છે ત્યારે પડોશના માણસોને બોલાવી તેની મરણક્રિયાનો બંદોબસ્ત કરી તે પાછી આશ્રમમાં ગઇ.

અનાહારમાં જાગરણ અને અવિરામ મહેનત કરવામાં બહેન દોરા એટલી તો કુશળ હતી કે તે સાંભળવાથી અજાયબ થઈ જવાય. તેનું અંતર કોમળ હતું. કોઈને પણ રોગ થવાની વાત સાંભળતાં તે ત્યાં ગયા સિવાય રહી શકતી નહિ. કોઈ વેળા ખાવા બેઠી હોય ને ખબર મળે કે અમુક રોગી તેને બોલાવે છે તો તે સાંભળતાંજ વ્યાકુળ બની જતી અને ખાઈ શકતી નહિ; તરતજ ઉઠીને જવા તૈયાર થતી. અહા ! શો પરમાર્થ પર પ્રેમ ! કેવું દયાળુ હૃદય ! ! આમ કેટલાક દિવસ લાગલાગટ ખાવાનું તથા ઉંઘવાનું જોઈએ તેવું થઈ શકતું નહિ. શીતળાનો રોગ ઘણો ચાલતો હતો તોપણ દોરા પ્રાણને તુચ્છ ગણી કામ કરવા લાગી; પાટિસનના કુટુંબની એક દાસી દોરાની મમતાથી ખેંચાઇને વાલ્સલની હૉસ્પિટલમાં દાઈનુ કામ કરતી હતી તેના તરફથી દોરાને ઘણી વાર મદદ મળતી અને તેનો કેટલોક સમય બચતો.

આગળ જણાવી ગયા છીએ કે, વાલ્સલની હૉસ્પિટલમાં જે રોગીઓ આવતા હતા તેમાંના ઘણા હાથપગ ભાંગેલા તથા માથાં ફુટેલાં હોય એવા આવતા હતા. કોલસાની ખાણમાં આવા બનાવ વારંવાર બને છે. ડૉક્ટરો રોગીના હાથપગ કાપતા હોવાથી બહેન દોરાના કોમળ અંતઃકરણમાં ઘણું દુઃખ થતું હતું. ડૉક્ટરો તો રોગીની અવસ્થા જોઈ તેને લાયક વ્યવસ્થા કરતા હતા અને સહેલાઈથી રોગીના પ્રાણ બચે તે માટે યત્ન કરતા; પરંતુ ગરીબ માણસને હાથપગ ગુમાવ્યાથી મહેનત કરી પેટ ભરવામાં પડતી આપદા ઘણાજ થોડા ડૉક્ટરો જાણતા હતા. ભગિની દોરા ગરીબોની સાથે ભેળાતી. તેના વિષે સઘળું જાણવા ઈચ્છા કરતી. તેઓ કેવી રીતે ગુજારો ચલાવે છે તે તે સારી પેઠે જાણી લેતી. તેણે જાણ્યું કે, ઘણા માણસો હાથપગ વગરના થવાથી મહેનત કરી શકતા નથી તેથી તેઓ ભિક્ષા માગીને પોતાનો ગુજારો જેમ તેમ ચલાવે છે, અને કુટુંબને માટે વળખાં મારે છે. ગરીબોનો આવો ક્લેશ જોઇ