પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
સાધ્વી બહેન દોરા

ખરાબ માણસોને ઠેકાણે આણવાની તે ઘણી સરસ કુંચી જાણતી હતી. પ્રાર્થના વખતે કોઈ માણસ જાણી જોઈને ગરબડ મચાવતો અથવા ધર્મની ચેષ્ટા કરતો જણાય કે તરતજ તેના તરફ તે એકદમ આશ્ચર્યથી જોતી અને તેને સૌની વચ્ચે શરમાવતી. આથી બીજા કોઈ એવું ખરાબ આચરણ કરવા હિંમત ધરતા નહિ.

એક વેળા એક ખરાબ સ્વભાવનો આદમી હૉસ્પિટલમાં આવ્યો. તે ધર્મની વાતોવિષે સદા મશ્કરી કર્યા કરતો હતો. દોરા જ્યારે રોગીઓને લઈ પ્રાર્થના કરવા બેસતી ત્યારે તે મશ્કરી કરી ખલેલ પહોંચાડતો. તેને મૂંગો બેસવાને કહ્યું ત્યારે તે એક જાડો કાગળ લઈ તેને હલાવી ખડખડ અવાજ કરવા લાગ્યો. કેટલાક દિવસ સુધી તો દોરા તેને રાખી શકી નહિ, પણ થોડા દિવસ પછી તેનો રોગ ઘણોજ વધી ગયો. આ વેળા બહેન દોરા આઠે પહોર તેના બિછાના પાસે રહી ચાકરી કરવા લાગી. કોઈ વાર તેનો હાથ ઉપાડી આપતી તો કોઈ વાર તેને પાસુ ફેરવવામાં મદદ કરતી તથા ઉશીકું ઉલટાવી આપતી – ટુંકામાં જેથી તેને આરામ મળે અથવા તેનું દુ:ખ ઓછું થાય એમ ખંતપૂર્વક કરતી; પરંતુ આ હતભાગ્ય રોગીનું હૈયું એવું તે નિર્દય થઈ ગયેલું કે દોરા પ્રત્યે તેની આવી મહેનત માટે લેશ પણ કૃતજ્ઞતા તેણે પ્રકટ કરી નહિં.

જ્યારે તેણે જોયું કે, દોરા દરરાત્રે જાગીને સેવા ઉઠાવે છે, ત્યારે એક દિવસે તેણે કહ્યું કે ‘‘તમને આ કામ માટે ભારે પગાર મળતો હશે.” દોરાએ જવાબ દીધો ‘‘હાજ તો, તે વળી કહેવું પડે એમ છે ? હું આ કામને માટે પુષ્કળ પૈસા કમાઉં છું.” આ સાંભળી દુષ્ટ રોગી બોલ્યો ઠીક, કહે જોઈએ તને શો પગાર મળે છે ? હું તને પરણવાની ઈચ્છા કરું છું.” દોરા બહેને આના જવાબમાં પેાતાનો વૃત્તાંત અને ઈશ્વરકૃપારૂપી પગારના ફાયદા કહેવાનો આરંભ કર્યો. વિશેષ ધ્યાનથી દોરાની એ હકીકત સાંભળી તે સહેજ ભલો થવા લાગ્યો. ત્યારપછીથી તે પ્રાર્થના કરવામાં સામેલ થયો અને હોસ્પિટલમાં રહ્યો ત્યાંસુધી વિશેષ ઉપદ્રવ કરતો દેખાયો નહેાતો.

એક વેળા બીજો એક માણસ આવાજ ખરાબ સ્વભાવનો જખમી થઇ હૉસ્પિટલમાં આવ્યો હતો. તેને માટે પણ દોરા ઘણા ખંતથી કામ કરતી; પણ સ્વભાવે તે એવો ખરાબ હતો કે દોરા આટલી સેવા ઉઠાવતી છતાં ખરાબ શબ્દોમાં પોતાનું દુઃખ પ્રકટ