પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
પરિશિષ્ટ

ઉંડો પ્રેમ જન્મતો નથી, ત્યાંસુધી જનસમાજ ઉપર જોઈએ તેવો પ્રેમ ઉત્પન્ન શકાતો નથી. પરમેશ્વરપર દૃઢ પ્રેમ સ્થાપન કરી શકાય તોજ જનસમાજનું ભલું કરવા સમર્થ થવાય છે; નહિ તો ક્ષુદ્ર સ્વાર્થ વીસરી તન, મન અને ધન લોકસેવામાં અર્પણ કરવું એ બહું મુશ્કેલ છે. સૌ કેાઈ જોઈ શકતા કે, દોરા સામાન્ય સ્ત્રી હોવા છતાં પણ માત્ર પ્રભુપ્રેમમાં લીન થઈને જ તે કેવા પ્રેમથી પ૨માર્થમાં લાગી રહી છે. તે એકલીજ કેવા બળથી અને ઉત્સાહથી હૉસ્પિટલનું કામ કરે છે ! જો મૂળમાં પ્રભુ પ્રત્યે પ્રેમની લાગણી ન હોય તો મનુષ્ય કદી પણ આવું પરમાર્થી જીવન ગાળી શકે નહિ. દોરા કહેતી કે, કર્તવ્ય ઉપર પ્રીતિ ઉત્પન્ન કરવાનો નિયમ ત્રણ શબ્દોમાં કહી શકાય એમ છે તે નિયમ તે ઈશ્વર ઉપર પ્રેમ.

આશ્રમના સર્વ લોકોને તે વિશેષભાવથી પ્રાર્થના કરવા વીનવતી. તે કહેતી કે, સૌ એકઠા થઇ હોસ્પિટલના કલ્યાણમાટે પ્રાર્થના કરીશું નહિ તો એનું કામ ઉત્તમ રીતે નભી શકવાનું નથી. દોરા જે ઉપદેશ આપતી તે પ્રમાણે તે પોતે પણ વર્તતી. સિદ્ધિદાતા જગદીશ્વરનું સ્મરણ કર્યા વિના કદી પણ તે રોગીના જખમને અડકતી નહિ. જખમ ધોવા પહેલાં તે પ્રાર્થના કરતી કે “હે ઈશ્વર ! હું તો માત્ર તારું હથિયાર છું. યથાર્થ વૈદ્ય તો તુંજ છે. તું આ જખમને સાજો કર.” વૈદ્ય આવીને વાઢકાપ કરતા તે વેળા પાસે ૨હી દોરાને તેના કહેવા મુજબ મદદ કરવી પડતી. મદદ કરતાં કરતાં પણ અંતરથી તે દયાસિંધુ ઈશ્વરની પ્રાર્થના કરતી.

જેમ જેમ વર્ષો વીતવા માંડ્યાં તેમ તેમ દોરાનું જીવન પ્રાર્થનામય થવા લાગ્યું. તેની પ્રાર્થના વિશ્વાસમય હતી. પ્રાર્થના માનવજીવનનું કર્તવ્ય છે અથવા એ દ્વારા પરલોકમાં સદ્‌ગતિ થાય છે એમ જાણી તે પ્રાર્થના કરતી નહોતી. તે જાણતી હતી કે, સદ્‌ભાવે પ્રભુ પાસેથી જે માગવામાં આવે છે તે મળે છેજ; તેથી સૌ કામમાં તથા સર્વ વ્યવહારપૂર્વે તે પ્રભુપ્રાર્થના કરતી. તે કહેતી કે “પ્રાર્થના એક મોટું હથિયાર છે. મનુષ્ય શ્રદ્ધા અને વિશ્વાસથી આ હથિયાર ચલાવી શકે તો સુષ્ટિમાં કોઇને કષ્ટ પડે નહિ. દુનિયામાં માણસ દુઃખના હાથથી છૂટી શકતો નથી તેનું મૂળકારણ અવિશ્વાસજ છે. મનુષ્ય પ્રાર્થના કરે છે ખરો, પણ પૂર્ણ વિશ્વાસથી નહિ; અને તેથીજ સંસારનું દુઃખ દૂર થતું નથી.” ખરા વિશ્વાસથી પ્રાર્થના કરવી એ રોગીને માટે મહૌષધિની