પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
પરિશિષ્ટ


આ આશ્રમમાં રોગીને માટે સારો બંદોબસ્ત કર્યો હતો. ૨૮ રોગીને રાખવાની બધી સોઈ કરી હતી. જલદીથી ૨૮ ખાટલા ભરાઇ ગયા. અહીં તે એકલી કામ કરવા તૈયાર થઈ હતી. એક ચાકર તેને મદદ આપતો, પણ વખત મળે કે તે દારૂ પીવા જતો રહેતો. કેાઈ કોઈ વાર તો આખી રાત છાકટો થઈ બહાર રખડતો અને દોરા બહેન એકલી રોગીઓ સાથે રહેતી.

દોરાના આ નવા આશ્રમમાં આવ્યા પછીના પહેલે રવિવારે તેણે વાલ્સલની હોસ્પિટલમાં એક સ્ત્રીપર નીચે મુજ એ પત્ર લખ્યો હતો :–

પ્રિય બહેન ! આજે રવિવાર છે, તમે આજે દેવળમાં શાનો ઉપદેશ સાંભળ્યો ? મારે માટે તમને આજ વિચાર આવ્યો હતો ? બપોરે પ્રાર્થના કરવાની કદી પણ ભૂલશો નહિ. મને યાદ કરી તમે ક્લેશ પામશો નહિ. તમને કોઈ દુઃખ જણાય ત્યારે મને લખજો. અત્રે નાનાં નાનાં છોકરાં પણ આખા શરીરે શીતળાથી સડી ગયાં છે. હું તેમને ઘણી સંભાળથી સ્વચ્છ રાખું છું. મને ડર લાગે છે કે, એમને સાફ કરતાં મને આ રોગ લાગુ પડશે. એક અઢાર વર્ષની ઉંમરના બાળકને એવો તો ભયંકર રોગ થયો છે કે તેના પેટમાં કાંઈ રહેતું નથી. ખાય છે તે ઓકી કાઢે છે. સર્વદા બકે છે અને બિછાના પરથી ઉઠી વારંવાર નાસવા પ્રયત્ન કરે છે. રોગીઓનાં પહેરણ મારે સીવવાં પડ્યાં છે. અહીં જોઈતી ચીજ સહેલથી મળી શકતી નથી. હું આજ સવારે પ્રાર્થના કરતી હતી ત્યારે એક સ્ત્રી પોતાનું પાપ સ્મરણ કરી ઘણું રોતી હતી. અહીં એવો એક પણ રોગી નથી કે જે મને ઓળખતો ન હોય. આજે એક પોલીસનો માણસ મને મળવા આવ્યો હતો. તેણે કહ્યું કે “અમે આખા નગરમાં ખબર આપી છે કે, બહેન દોરા જ્યારે પોતે શીતળાના રોગીઆશ્રમમાં આવી છે ત્યારે હવે એ રોગનો ભય નથી.” આ સાંભળી મને ઘણો આનંદ થયો. આ સાથે એક પત્ર રોગીઓને લખ્યો છે. તે તેમને વાંચી સંભળાવજો.

બહેન દોરાએ રોગીઓને જે પત્ર લખ્યો હતો તે પત્ર અહીં આપવામાં આવે છે :–

“પ્રિય સંતાનો !

તમારી માતા તમને છોડીને આવી છે. એથી તમને ખોટું લાગ્યું હશે. તમને છોડીને આવવું મને એટલું બધું અઘરૂં લાગ્યું કે આવતી વેળા તમારી રજા લેવા પણ આવી શકી નહિ. હું તમને