પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
સાધ્વી બહેન દોરા

કેટલી ચાહું છું? તમારે માટે કેવી ચિંતા રાખું છું તે તમે સારી પેઠે જાણો છો. તમારે માટે ચિંતા રાખું છું તેથીજ હું અહીં આવી છું. કારણ કે નગરમાં ફ્રેલાયેલા ભયંકર શીતળા રોગની ગતિ પ્રથમથીજ અટકાવવામાં ન આવે તો ઘણા થોડા વખતમાં તમારાં સગાંવહાલાં આ દુષ્ટ રોગથી મરણ પામે. જો હું અહી ન આવી હોત તેા કેાઇ રાગી આ આશ્રમમાં આવત નહિ. અહી શીતળાનો રોગ એવો ભયંકર ચાલે છે કે જે સાંભળ્યાથી તમારા શરીરે રોમાંચ થાય.”

આટલું લખ્યા પછી તેણે દરેક રોગીનાં નામ લખી ઘણીક બીના તેમને પૂછી હતી. દરેક રોગીનું એક જૂદું નામ તે પાડતી હતી તે એ હેતુથી કે, જૂના નામ સાથે પુરાતન પાપાચાર છોડી દઈ નવા ભાવથી તેઓ જીવન ગાળતાં શીખે.

કેટલાક માણસો ખરાબ આચરણથી પોતાના નામને કલંકિત કરી જનમંડળમાં છુપા રહેવા નવાં નામ ધારણ કરે છે. દોરા બહેનનો ઉદ્દેશ લોકોને ઠગવા માટે નવું નામ આપવાનો નહોતો. પરંતુ પાપકર્મથી કલંકિત સ્વભાવને સારે રસ્તે વાળવા ખાતર જૂનાં નામ વિસરાવી નવા નામથી તેમને ઓળખાવતી.

ઉપલા પત્રમાં તેણે એક બાળક જે તેને ઘણો વહાલો હતો તેને લખ્યું હતું કે “મારી પાસે તને રાખવાની મારી ઘણી ઈચ્છા થાય છે, પણ લાચાર છું કે તેમ થઈ શકતું નથી. તું આજ દેવળમાં ગયો હતો કે ? પ્રાર્થના કરવા માટે વખતસર જજે. અહીં મારી પાસે બે સુંદર બાળકો છે, જેઓ ધર્મ સંગીત ગાયા કરે છે તેથી મને ઘણો આનંદ થાય છે. હે પ્રિય સંતાનો ! હું તમારી થોડી સેવા કરું છું તે માટે તમે મારાપર આટલો બધો પ્યાર રાખો છે, ત્યારે પ્રભુ કે જે મારા કરતાં પણ તમને વધારે મદદ કરે છે, તમને સુખી કરવા સદા યત્ન કરે છે તેને શું તમે ચાહશો નહિ ? તમે હમેશાં પ્રભુને યાદ કરજો. રોગની પીડામાં પણ તેનું જ ચિંતન કરજો. હું ધારૂં છું કે, તમે સૌ સ્વર્ગમાં જવાની ઇચ્છા કરો છો તો હજી જે સમય બાકી છે તેટલા સમચમાં ત્યાં જવાનો માર્ગ શૈાધી લ્યો. તમે રોગથી પીડાઈને આ આશ્રમમાં આવ્યા એ પરમેશ્વરની તમારાપર માટી દયા છે; કારણ કે તમે તેને છોડીને ખોટે માર્ગે જતા હતા. પ્રભુએ જોયું કે, સુખસંપત્તિની વેળાએ તમે તેના તરફ જોતા નથી અને સારો માર્ગ પકડતા નથી; તેથી આ કષ્ટ આપી તે તમને પાછા ધર્મના માર્ગમાં લાવે છે, એ સૌ